વંથલીના ઉમટવાડા ગામે 1.95 લાખની ચોરી યુવકના માસાએ જ કરી હતી : ધરપકડ
વંથલી તાલુકાના ઉમટવાડા ગામે સીમ વિસ્તારમાં વાડીએ એકલા રહેતા 48 વર્ષીય રમેશભાઈ મોહનભાઈ બાથાણીનાં ઘરમાંથી રૂૂપિયા 1.95 લાખની ચોરી રમેશભાઈના જૂનાગઢ રહેતા સગા માસા જેન્તી મારડિયાએ જ કરી હોવાનુ ખુલતા પોલીસે ધરપકડ કરી હતી.
સાતેક દિવસ પહેલા રમેશભાઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બિયારણ વેચ્યું હતું. જેના રૂૂપિયા 2 લાખ આવ્યા હતા. જેમાંથી રૂૂપિયા 5,000 વાપરવા માટે કાઢી બાકીના રૂૂપિયા 1.95 લાખ વાડીએ પોતાના મકાને રૂૂમમાં સુટકેશમાં મૂકી દીધા હતા.
આ દરમ્યાન તેમના બા બીમાર પડતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 26 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢની જીવનધારા સોસાયટીમાં રહેતા માસા જેન્તી વશરામ મારડીયા ખબર અંતર પૂછવા આવ્યા હતા. બાદમાં બને વાડીએ ગયા હતા. આ દરમિયાન રમેશભાઈ પાસે રૂૂપિયા 1.95 લાખ હોવાનું જેન્તી જાણી ગયો હતો. 27 સપ્ટેમ્બરે જૂનાગઢથી વાડીએ ખેડૂત ઘરે આવતા સુટકેશમાં રાખેલ રૂૂપિયા 1.95 લાખ જોવામાં આવેલ નહીં. આથી રૂૂપિયા 1.95 લાખની શકમંદ માસા જેન્તી મારડીયાએ ચોરી કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વાય. બી. રાણાએ તપાસ હાથ ધરતા જેન્તી જ ચોર હોવાનું જણાતા તેની ધરપકડ કરી તેની પાસેથી રોકડ કબજે લઇ જેલમાં ધકેલી દીધો હતો.
આરોપી જેન્તી મારડીયા તેના ભત્રીજા રમેશભાઈ સાથે ઘરે આવ્યો હતો. જેના આગલા દિવસે તેણે સૂટકેસ તોડીને રૂૂપિયા 1.95 લાખની રોકડનો હાથ મારી લીધો હતો. આરોપીએ પોતાની આર્થિક જરૂૂરિયાત પૂરી કરવા માટે ચોરી કરી હોવાની કબુલાત આપતા તેની પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે લઈ કોર્ટમાં રજુ કરતા અદાલતે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.