For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કંડલામાં મીઠાની આડમાં 1.80 કરોડની સોપારીની દાણચોરીમાં સૂત્રધાર સહિત ત્રણ ઝડપાયા

12:26 PM Aug 16, 2024 IST | Bhumika
કંડલામાં મીઠાની આડમાં 1 80 કરોડની સોપારીની દાણચોરીમાં સૂત્રધાર સહિત ત્રણ ઝડપાયા
Advertisement

સિંધા લૂણ (રોક સોલ્ટ)ના નામે દુબઈથી સોપારીનું સ્મગલિંગ કરવાના કેસમાં કંડલા મરીન પોલીસે સોપારી આયાત કરનાર મુંબઈની ખઅખ ટ્રેડિંગા કંપનીના સંચાલક કાલુ રામ ઊર્ફે સુનીલ મોહનભાઈ ચૌધરી સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કંડલા નજીક કખૠ ગોડાઉન નંબર 14માં રાખ્યો હતો અને માલ ટ્રકોમાં લોડ કરી સગેવગે કરવાની તૈયારીમાં હતાં.

બાતમી મળતાં 21 જૂલાઈની મધરાત્રે પોલીસે ત્રાટકીને બે ક્ધટેઈનરમાંથી 1.80 કરોડના મૂલ્યની 60 ટન સોપારીનો જથ્થો જપ્ત કર્યો હતો. કસ્ટમ તંત્રની આંખમાં ધૂળ નાખવા હતા. આરોપીઓએ રોક સોલ્ટની આડમાં સોપારી મંગાવી હતી. પોલીસે ગોડાઉનમાંથી સોપારી સાથે એક હજાર કિલો રોક સોલ્ટ પણ જપ્ત કર્યું હતું.
તપાસમાં બહાર આવેલું કે સીડબલ્યુસીના મેનેજર વરુણ રમેશભાઈ મોહને ગોડાઉનના સુપરવાઈઝર અનિલ છગનભાઈ બારોટ સાથે મળીને બારોબાર માલ ઉતરાવ્યો હતો. સોપારીની હેરફેર કરવા માટે આદિપુરના કરણ ગોવિંદભાઈ કાનગડ અને તેના ભાઈ અરૂૂણે સુનીલ ચૌધરીને ત્રણ ટ્રક ભાડે આપી હતી.

Advertisement

સ્મગલિંગ કાંડ અંગે તમામ આરોપીઓ પ્રથમથી જ વાકેફ હતા અને અંગત આર્થિક ફાયદો મેળવવા તેમાં સામેલ થયેલાં. આ ગુનામાં જે-તે સમયે પોલીસે અનિલ બારોટ, કરણ કાનગડ અને- વરુણ મોહનની ધરપકડ કરી હતી..
તપાસમાં મહારાષ્ટ્રના વધુ બે- શખ્સ રાહુલ મંગેશ પાટીલ અને નાગેશ કાશીનાથ સુર્વેની પણ- સંડોવણી બહાર આવેલી. કંડલા પોલીસે આજે સુનીલ સાથે રાહુલ પાટી અને નાગેશ સુર્વેની પણ ધરપકડ કરી છે. અરુણ કાનગડ હજુ નાસતો ફરે છે. કંડલા પીઆઈ એ.એમ. વાળા પીએસઆઈ એસ.એસ. વરુ સહિતનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement