For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરવાના બહાને વેપારી સાથે 1.76 કરોડની છેતરપિંડી

11:22 AM Jul 11, 2024 IST | Bhumika
મોરબીમાં શેરબજારમાં રોકાણ કરવાના બહાને વેપારી સાથે 1 76 કરોડની છેતરપિંડી
Advertisement

મોરબીમાં શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી શેરબજારમાં રોકાણ કરવાના બહાને વેપારી યુવક પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમા રૂૂ. 1,76,42,580 મેળવી પરત નહીં આપી યુવક સાથે તેર ઈસમોએ છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને વેપાર કરતા જયદીપભાઈ ગોરધનભાઈ આદ્રોજા (ઉ.વ.31) એ આરોપી વ્હોટ્સએપ નંબર (1) 88867 40775 ના ધારક (2) 63595 24461 ના ધારક (3)Jana Small Finance Bankના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (4) Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002 100001307 ધારક (5) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002 105255537 ધારક (6) Hdfc Bank એકાઉન્ટ નંબર 502000 46878272 ધારક (7)Jana Small Finance Bankના એકાઉન્ટ નંબર 4747020 001074376 ધારક (8) Punjab National Bankના એકાઉન્ટ નંબર 6099002 100010158 ધારક (9) AU Small Bankના એકાઉન્ટ નંબર 21112574 35959841 ધારક (10) Uco bankના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (11) IndusInd Bankના એકાઉન્ટ નંબર 2010027 43173 ધારક (12) SBI Bankના એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (13) ICICI Bankના એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદીના કુલ રૂૂ. 1,76,42,580/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદીના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement