અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાંથી દાગીના અને રોકડ સહિત 1.75 લાખની ચોરી
રાજકોટ શહેરના અમરનગરમાં હોટેલ સંચાલકના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને સોના ચાંદીના દાગીના સહિત રૂૂ.1.73 લાખની કોઈ ચોરી કરી ગયાનું જાણવા મળ્યું હતું.હોટેલ સંચાલકના ઘરે માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હોય ત્યારે આ ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ,અમરનગરમાં રહેતા જતીનભાઈ રમેશભાઈ ઓળકીયા(કોળી)(ઉ.વ.30)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગોંડલ રોડ વૈદવાડી-1 ખાતે ચામુંડા ટી-સ્ટોલ નામની ચા ની હોટલ ધરાવી વેપાર કરે છે.ગઇ તા.08/04ની રાત્રે તેમના ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજી નો માંડવો હતો જેથી ઘરે મહેમાનો ની અવર-જવર ચાલુ હોય અને ઘરના દરવાજા ખુલ્લા હતા અને જતીનભાઈએ રાત્રી ના આશરે 12 વાગ્યા ની આસપાસ ઘરમા બેડરૂૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ યથાસ્થિતિ મા સુરક્ષિત જોયો હતો.બાદમાં રાત્રીના એકાદ વાગ્યે આસપાસ તેમને પત્ની સોનલ નો કોલ આવેલ અને કહેલ કે આપડા ઘરમા કબાટ નો દરવાજો ખુલ્લો છે અને ઘરમા બધુ વેર વિખેર પડ્યુ છે તમો જલ્દી ઘરે આવો જેથી જતીનભાઈ તરત જ ઘરે ગયા હતા અને જઈને જોયુ તો અમારા ઘરમા બેડરૂૂમમાં અંદર રહેલ લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હતો અને આ કબાટ ની તિજોરીના ખાનામાં જોતા સામાન વેરવિખેર પડ્યો હતો.
આ તિજોરી કોઇએ બળ પ્રયોગ થી ખોલી હોય તેવુ લાગેલ હતુ અને આ તીજોરીમાં રાખેલ એક જોડ નાની સોનાની બુટી વજન 5.820 ગ્રામ કીંમત આશરે રૂૂ.4 8000 અને એક જોડ મોટી સોનાની બુટી વજન 13 ગ્રામ કીંમત આશરે રૂૂ.1,00,000 તથા એક રુદ્રાક્ષ નો સોનાનો પારો વજન 600 મીલીગ્રામ કીંમત આશરે રૂૂ.7000,એક સોનાનો દાણો વજન 320 મીલીગ્રામ કીંમત આશરે રૂૂ.3 000 તથા એક સોનાનું લખેલ પેન્ડલ વજન 500 મીલીગ્રામ કીંમત આશરે રૂૂ.5000,બે જોડ સોનાની બાલી વજન 500 મીલીગ્રામ કીંમત આશરે રૂૂ.5000,એક ચાંદીની લક્કી વજન 16 ગ્રામ કીંમત આશરે રૂૂ.1600,એક ચાંદીનું નારીયેલ વજન 30 ગ્રામ કીંમત આશરે રૂૂ.2500,એક ચાંદીનો સીક્કો વજન 10 ગ્રામ કીંમત આશરે રૂૂ.1200 એમ આશરે કુલ કીંમત 1,73,300ના સોના-ચાંદીના ઘરેણા અને રૂૂપીયા 2000 રોકડા જોવામા આવ્યા ન હોય જેથી માલવીયા પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી એ અંગે પીએસઆઇ વી.આર.ઝાલા અને ટીમે તપાસ શરૂૂ કરી છે.
ફીરયાદીના મકાને માતાજીનો માંડવો હોય આરોપીઓ અવારનવાર દર્શન કરવા આવતા હોવાનુ અને બહાર જતો હોવાનું આ સમયગાળા દરમિયાન આવતો હોય આરોપીએ ચોરી કરી હોય તેવી કબુલાત આપી હતી.