માળિયાના અંજિયાસર ગામેથી 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો
11:38 AM Feb 21, 2025 IST | Bhumika
માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂૂ લીટર 350 તથા દેશીદારૂૂ બનાવવાનો આથો લીટર 4000 મળી કુલ કિં રૂૂ.1,70,000 નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના અંજીયાસર ગામની સીમમાં પ્રોહીમાં અગાઉ પકડાયેલ સમીર હનીફભાઇ મોવર રહે અંજીયાસર વાળાની દેશીદારૂૂ ઉતારવા વાળી જગ્યાએ થી દેશીદારૂૂ લીટર 350 તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર 4000 પ્રોહીબીશનની સફળ રેઇડો કરી કુલ મુદામાલ કિ.રૂૂ. 1,70,000/- ના જથ્થા સાથે જથ્થો પકડી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement
Advertisement