બીમાર વેપારી ત્રણ દિવસ સાળાને ત્યાં રોકાયા, પરત ફરતા ઘરમાંથી 1.62 લાખની ચોરી થઈ’ તી
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દુકાનો અને સોસાયટીના મકાનોમાં ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે શહેરના સહકારનગર મેઈન રોડ પર આવેલી ન્યુ ખોડિયાર નગર સોસાયટીમાં ત્રણ દિવસ બધ રહેલા મકાનમાંતી દાગીના અને રોકડ મળી 1.62 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. આ ઘટનામાં ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા તસ્કરને સકંજામાં લેવા તજવીજ શરૂ કરાઈ છે.
મળતી વિગતો અનુસાર ન્યુ ખોડિયાર સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ જેન્તીભાઈ પિત્રોડા (ઉ.વ.42)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફર્નિચરનો વેપાર કરે છે તા. 3 ના રોજ સવારથી તેમને તાવ આવતો હોય પત્ની સાથે સંતકબીર રોડ પર ઈશા હોસ્પિટલમાં બતાવવા જતાં ત્યાંબાટલા ચડાવ્યા હતાં. ત્યાંથી નજીકના જ સાળા જયદીપભાઈ ઘરે જતા રહ્યા હતા અને બાદમાં ત્યાં રોકાવાનું થતાં મકાન માલીકને જાણ કરી ડેલીએ તાળુ મારવાનું કહ્યું હતું. તેમજ ત્રણ દિવસ સાળાના ઘરે રોકાયા બાદ પોતાના ઘરે વેપારી તેમના પત્ની સાથે પરત ઘરે પહોંચતા માલુમ પડ્યું કે ઘરના તાળા તુટેલા અને રૂમમાં રહેલ કબાટમાંથી દાગીના અને રોકડ મળી રૂા. 1.62 લાખની ચોરી થઈ હતી.આ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે તસ્કરને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.