For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં રોકાણ કરવાના બહાને ટંકારાના વેપારી સાથે 1.18 કરોડની ઠગાઈ

12:32 PM Aug 21, 2024 IST | Bhumika
શેરબજારમાં રોકાણ કરવાના બહાને ટંકારાના વેપારી સાથે 1 18 કરોડની ઠગાઈ
Advertisement

ટંકારાના વેપારીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લાલચ આપી ખોટું નામ ધારણ કરી શેર બજારમાં રોકાણ કરવાના બહાને વેપારી પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાથી મેળવી લઈ વેપારી પાસેથી આરોપીઓએ કુલ રૂૂ.1,18,00,000 પડાવી છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પંદર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તેમા પણ ખાસ કરીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી લોકોના રૂૂપિયા પડાવી લે છે. સાયબર ક્રાઇમથી બચવા મોરબી પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મહિતી પણ આપવામાં આવી હતી તેમ છતાં વેપારીઓ લોભામણી લાલચમાં ફસાઈ જતા હોય છે ત્યારે છેતરપીંડીનો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Advertisement

જેમાં ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-03 માં રહેતા અને વેપાર કરતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણી (ઉ.વ.33) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદીના કુલ રૂૂ.1,18,00,000 જુદા જુદા બેન્ક એકાઉન્ટમા આરોપીઓએ મેળવી લઈ ફરીયાદના ભરેલ નાણાં આજદીન સુધી પરત નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement