રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ દ્વારા તબીબો માટે રવિવારથી ક્રિકેટ ટૂર્નામેન્ટ

04:38 PM Dec 29, 2023 IST | Sejal barot
Cricket ball on top of old wooden cricket bat on green grass of cricket ground background
Advertisement

રાજકોટ ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા તથા સેક્રેટરી ડો.નરેન્દ્ર વિસાણી તેમની યાદીમાં જણાવે છે કે રાજકોટના અલગ અલગ વિસ્તારમાંના એસોસિયેશનોની જુદી જુદી 9 ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાનું આયોજન કરેલ છે.
આ ટૂર્નામેન્ટનો હેતુ સમાજને એક સારો મેસેજ જાય એ છે કે ડોકટર્સ પણ ક્રિકેટ રમે છે અને તેઓ પણ રમત-ગમત રમવાથી તંદુરસ્ત રહેતા હોય, તો આપણે પણ કોઈ પણ રમત-ગમત રમી તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું જોઇએ.
ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ છેલ્લા 15 વર્ષોથી આવી અનેક ટૂર્નામેન્ટોનું દર વર્ષે સફળતાપૂર્વક આયોજન કરે છે. જેમકે ક્રિકેટ ટૂર્નામેન્ટ, ઇન્ડોર ગેમ્સ, મેરેથોન, વોકાથોન, સાયકલોથોન તથા સરકારના આદેશ મુજબ વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો જેવા કે સીપીઆર ટ્રેનીંગ, કુપોષિત બાળકોને પોષિત કરવા, રોગચાળાના સમયગાળા દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય કેમ્પોમાં પોતાનો કિંમતી સમય ફાળવીને વર્ષોથી આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે. ફેડરેશનના દરેક ડોક્ટર સભ્યો ‘માનવસેવા એજ પ્રભુસેવા’ માનીને સેવાની ઉમદા કામગીરી બજાવી રહ્યાં છે. ક્રિકેટ ટૂર્નામેન્ટનું સ્થળ : આર.ડી.ગાર્ડી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, કાલાવડ રોડ, છાપરા, રાજકોટ ખાતે તારીખ : 31 ડીસેમ્બરને રવિવાર, સમય : સવારે 8:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી અને તા.07-01-2024, રવિવાર, સમય : સવારે 8:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી યોજાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રેસીડન્ટ ડો. એમ.વી. વેકરીયા, ચેર પરસન ડો.અરવિંદ ભટ્ટ, સેક્રેટરી- ડો. નરેન્દ્ર વિસાણી, દેવેશ જોષી, ડો. મહેશ શિંગાળા, ડો. કિશોર દેવડીયા, ડો, જયેશ રાજ્યગુરૂ, ડો.સમીર ખુંટ, ડો.વિશાલ ભીમજીયાણી, ડો.શૈલેષ વસાણી, ડો.ભાવેશ પરમાર, ડો.હિમાંશુ પરસાદ, ડો.દીલીપ મારકણા તથા ડો.ડી.એડ.સામોલીયા સર્વે ડોક્ટર મિત્રો જહેમત ઉડાવી રહ્યાં છે.

Advertisement

Tags :
Cricket Tournament for Doctors by Federation of AyushdoctorsfromSunday
Advertisement
Next Article
Advertisement