For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસનો સુપર ડ્રામા; પહેલા પૈસાની લહાણી, પછી ટીંગાટોળી

03:55 PM Jul 25, 2024 IST | admin
કોંગ્રેસનો સુપર ડ્રામા  પહેલા પૈસાની લહાણી  પછી ટીંગાટોળી

યુનિવર્સિટીની જમીન બિલ્ડરને પધરાવી દેવાના કૌભાંડનો વિરોધ નોંધાવવા કોંગ્રેસે ભજવ્યું નાટક

Advertisement

મેયર- કમિશનર- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બિલ્ડરોના પાત્રોએ ભાંડો ફોડયો, પૈસા કટકટાવે તે પહેલાં 20ની અટકાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડોની જમીન બિલ્ડરને પધરાવી દેવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકાના પટાંગણમાં પદાધિકારીઓ અને અધિકારીના પાત્રો ભજવી પૈસાની લ્હાણી કરી અને સુપર ડ્રામા ભજવવામાં આવ્યો હતો. પૈસા વગર મનપામાં એક પણ કામ નહી થતા હોવાનું નાટક ભજવતા પોલીસ દ્વારા 20 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

યુનિવર્સિટીના જમીન કૌભાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે પોતાના કાર્યકરોને મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, બિલ્ડર, મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનીંગ ઓફિસરના પાત્રો ભજવવામાં આવ્યા હતા. તેમાં બિલ્ડરને કઇ રીતે પૈસાના જોરે અને વહીવટ કરી જમીનની લ્હાણી કરવામાં આવી છે તેવું નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં પૈસા વગર ફાઇલ લઇને જતા બિલ્ડરની ફાઇલ રિજેકટ કરવામાં આવી હતી અને પૈસા આપતા તમામ સતાધીશો નાચવા લાગ્યા હોય તેવું નાટક કરી મનપામાં કેવો ભ્રષ્ટાચાર અને કેવી રીતે થાય છે તેવું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. આ પ્રકારનો વિરોધ કરતા એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કોંગ્રેસના યુવા નેતા સહીતના 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસ અને એનએસયુઆઇએ જણાવ્યું હતું કે આ જમીન ખોટી રીતે વેચી ભ્રષ્ટાચાર કરીને ફાળવણી કરવામાં આવેલ છે. જે બાબને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાંસલરએ મહાનગરપાલિકાને 2021, 2022 તથા 2023 અનેકવાર પત્ર વ્યવહાર કરીને તંત્ર ને જાણ અને રજૂઆત કરેલ છે કે આ જગ્યા અયોગ્ય રીતે અમારી જગ્યા પાસે થી પડવેલી છે, પણ મહાનગરપાલિકા દ્વારા એક પણ પત્રનો જવાબ આપવામાં આવેલ નથી. જે બાબતે આપ શ્રીને નમ્ર અપીલ છે કરીએ છીએ કે આ યુનિ. ભણતા વિધાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે. આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નામાંકિત યુનિવર્સિટીને અદ્યતન કરવાના જૈ પ્રયત્નો મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચાર માટે કર્યા છે તે શાખી લેવામાં આવશે નહીં.

આ જમીન પર કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર જે ભાજપના પદાધિકારી તેમજ મહાનગર પાલિકાના અધિકારી સડવાયેલા છે તેના પર પગલાં લેવામાં આવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન તેને પરત આપવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર વાપી આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી.

વિરોધ બાદ સ્થળેથી સાફસફાઇ કરી નખાઇ

મહાપાલિકાના પરીસરમાં કોંગ્રેસ દ્વારા નાટક ભજવી અને પૈસાની લ્હાણી કરવામાં આવી હતી. વિરોધ દરમ્યાન પોલીસ દ્વારા ટીંગાટોળી કરતા કાર્યકરોના હાથમાં રહેલા કાગળીયાનો ત્યાં કચરો થયો હતો જે વિરોધ બાદ ત્યાંથી કચરાનો નિકાલ કરાયો હતો.

24 કલાકમાં રિપોર્ટ સોંપવા કમિશનરનો આદેશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બિલ્ડરને લ્હાણી કરવામાં આવી હોવાની રજુઆત થતા મ્યુનિસિપલ કમિશનર એકશનમાં આવી ગયા હતા અને જે તે સંબંધી ખાતાના અધિકારીને 24 કલાકમાં રીપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement