For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસના નેતાઓને કાર્યકરોની દરકાર નથી, વારંવાર અવગણના

05:10 PM Jul 10, 2024 IST | Bhumika
કોંગ્રેસના નેતાઓને કાર્યકરોની દરકાર નથી  વારંવાર અવગણના
Advertisement

અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું દર્દ છલકાયું, વીડિયો વાઈરલ

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે સંગઠનની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે.

Advertisement

અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય 21 કાર્યકર્તાઓ નાસતા ફરે છે. 2 જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.

આક્રોષ સાથે રાજપૂત જણાવી રહ્યા છે કે પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. 2 જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ 21 કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વિતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી. રાહુલ રાજપૂતેપ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે.

મેહુલ રાજપૂતે કહ્યુ કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા 21 કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.મેહુલ રાજપૂતે જણાવ્યુ કે કોંગ્રેસ છોડી જનારા ધર્મેન્દ્ર પટેલે માણસાઈના નાતે ફોન કર્યો જ્યારે પ્રદેશ નેતાગીરી તે વિવેક પણ ચૂકી ગઈ છે. માત્ર એક મેસેજ કે એક ફોન આવતા જ કાર્યકરો કોઈપણ કાર્યક્રમ, ધરણા, આંદોલનની તમામ કામગીરી પોતાના શિરે લઈ લેતા હોય છે, એ કાર્યકરોનું દર્દ પ્રદેશ નેતાગીરીને કેમ આજે દેખાતુ નથી! કાર્યકરોના હાલચાલ જાણવાની, તેમના પરિવારના ખબર અંતર જાણવાની પણ પ્રદેશ નેતાગીરીની ફરજ હોય છે, પરંતુ તેમને કાર્યકરોની કંઈ પડી નથી.

મનીષ દોશીનું આશ્ર્વાસન
જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમણે જણાવ્યુ છે કે કોઈપણ કાર્યકરને ગમે તે મુશ્કેલી હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશા કાર્યકર્તાઓના મદદ કરવા તૈયાર છે. કાર્યકર્તાઓને સમસ્યા હોય તો શહેર પ્રમુખ અને પ્રદેશના નેતાઓનો સંપર્ક કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement