For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના યુવકે વ્યાજે લીધેલા રૂા.25 લાખની પઠાણી ઉઘરાણી કરનાર 11 વ્યાજખોર સામે ફરિયાદ

11:44 AM Dec 27, 2023 IST | Sejal barot
ભાવનગરના યુવકે વ્યાજે લીધેલા રૂા 25 લાખની પઠાણી ઉઘરાણી કરનાર 11 વ્યાજખોર સામે ફરિયાદ

ભાવનગર ના સણોસરા ગામ ના યુવાન ને આર્થીક તંગી આવતા એક વ્યાજખોર પાસેથી વ્યાજે રૂૂપીયા લીધા જે બાદ વધુ ને વધુ વ્યાજના દલમાં ફસાતા યુવકે અગિયાર જેટલા વ્યાજખોર શખ્સો પાસેથી વ્યાજે લેતા આ તમામ લોકો વ્યાજની પઠાણી ઉઘરાણીના ત્રાસથી યુવકે સોનગઢ પોલીસ મથકમાં અગીયાર વ્યાજખોર વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા વિક્રમભાઇ ભુપતભાઇ ઉર્ફે ભોપાભાઇ રાઠોડ તેમના ગામના રાજુભાઇની વાડી ભાડે રાખી, વાડીમાં 70 પશુઓ રાખી ગૌશાળા ચલાવતા હતા.જે 70 પશુઓ પૈકી દોઢ જ વર્ષના સમયગાળામાં 40 પશુઓ મોતને ભેટતા વિક્રમભાઇને આર્થીક તંગી ઉપજી હતી જે મંદીને નિવારવા માટે થઇને 2019માં સાદુળ મેરાભાઇ સાંબડ પાસેથી 2 લાખ, ભોજા ભગવાનભઆઇ સાંબડ પાસેથી 3 લાખ 3ટકાના વ્યાજે, રમેશ વસ્તાભાઇ આલ પાસેથી એક લાખ 10 દિવસના 10હજાર રૂૂપિયાના વ્યાજે, બિપીન રાજાભાઇ સાંબડ પાસેથી પાંચ લાખ, વિરલ ભીમાભાઇ સાંબડ પાસેથી પાંચ લાખ પાંચ ટકાના વ્યાજેથી, વિક્રમ રામભાઇ રબારી પાસેથી બે લાખ 3ટકાના વ્યાજેથી, રાકેશ રતાભાઇ
રબારી પાસેથી દોઢ લાખ દસ દિવસના 10 હજાર લેખે વ્યાજે, ગોપાલ ગોવિંદભાઇ જોટાણા પાસેથી ત્રીસ હજાર, ભરત હીપાભાઇ સાંબડ પાસેથી પાંચ લાખ પચાસ હજાર ત્રણ ટકાના વ્યાજે, ગીધા ભગવાનભાઇ રબારી પાસેથી પચાસ હજાર જેમ અગીયાર વ્યાજખોર પાસેથી મસમોટી રકમ લીધી હતી અને તમામને વ્યાજ સમયસર વ્યાજ ચુકેવેલ હતું.
ત્યાર બાદ વધુ આર્થીક તંગી આવતા ગૌશાળાની ગાયો વેચી, સાત લાખનો શેડ વેચવા કાઢ્યા હતો જે વખતે વ્યાજખોર સાદુળ મેરાભાઇ સાંબડે ત્યાં આવી સાત લાખનો શેડ બળજબરીથી દોઢ લાખમાં વેચાવી વ્યાજના રૂૂપીયા કાપી સીતેર હજાર વિક્રમભાઇને પરત આપેલ હતા જે વખતે વિક્રમભાઇના પિતા તેમજ માતાને મારમારી,ગાલમાં ઠોંસા મારી અપાનીત કર્યા હતા. જ્યારે ભોજા ભગવાનભાઇ સાંબડે વિક્રમભાઇની બહેનનું મકાન તેમના નામે કરાવી લેવા તમામ અગિયાર વ્યાજખોર વિરૂૂદ્ધ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement