For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવાસ કૌભાંડમાં અધિકારીઓને ક્લીનચિટ, આરોપીઓ સામે નોંધાશે ફરિયાદ

04:05 PM Mar 12, 2024 IST | Bhumika
આવાસ કૌભાંડમાં અધિકારીઓને ક્લીનચિટ  આરોપીઓ સામે નોંધાશે ફરિયાદ
  • તપાસ રિપોર્ટમાં 23 લેભાગુઓને ઘરનું ઘર હોવાના વેરા બિલના પુરાવા મળી આવ્યા
  • ડ્રો રદ નહીં થાય, સાચા 148 લાભાર્થીઓને તુરંત આવાસ ફાળવવાનો કમિશનરનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં આવાસ ફાળવણીમાં વોર્ડ નં.5ના કોર્પોરેટરના પતિના પરિવારને 10થી વધુ આવાસની શંકાસ્પદ ફાળવણી થઇ ગયા બાદ ફરિયાદો ઉઠાતા ગઇ કાલે કોર્પોરેટરનુ ચેરમેન પદ છીનવાઇ ગયુ હતુ. અને કમિશનર દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવેલ તેનો રિપોટ આજ રોજ આવતા આ કૌભાંડમાં મનપાના આવાસ યોજનના અધિકારીઓની કિલનચીટ આપવામાં આવી જ્યારે કૌભાંડ કરી આવાસ મેળવેલા લેભાગુઓના આવાસ રદ કરી બાકી રહી ગયેલા તમામ ડ્રોના લાભાર્થીઓને તુંરત આવાસ ફાળવાનો ઓર્ડર કરી લેભાગુઓ સામે ફરિયાદ નોંધાવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisement

સાગરનગરના અસર ગ્રસ્તોને ફાળવવામાં આવેલા આવાસમાં મોટો કૌભાંડ બહાર આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આ બનાવ અંગે તપાસ સમિતિની રચના કરેલ જેનો રિપોર્ટ આજરોજ આવતા મ્યનિ.કમિશનર આનંદ પટેલએ જણાવેલ કે અસરગ્રસ્તોને બદલામાં આવાસ ફાળવામાં આવ્યા છે. જેમાં 20 લોકોએ કૌભાંડ આચાર્યે જેના પરિણામે સચા અરજદારોને પરેશાની ન થાય તે માટે ડ્રો રદ નહીં થયા અને તમામને આવતી કાલથી આવાસ ફાળવામાં આવશે જ્યારે કૌભાંડ કરીઓને ફાળવામાં આવેલ આવાસ રદ કરવામાં આવ્યા છે. અને આ બનાવમાં આવાસ યોજના વિભાગના એકપણ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી હોવાનો સબિત થયો નથી તે માટે કલિન ચીટ આપવામાં આવી છે. તેવી જ રીતે કૌભાંડ કરીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેના માટે કાનૂની અભિપ્રય માંગવામાં આવ્યો છે. તપાસના રિપોર્ટમાં જણવવા મળેલ તે મુજબ કૌભાંડ કરીઓએ મેળવેલ આવાસો રદ થયા કારણ કે અમુક લોકો પાસે ઘરનું ઘર હોવાના વેરાબિલના પૂરાવા પ્રાપ્ત થયા છે. આથી આ નૈતિકતાનો સાવલ હોવાના કારણે ફક્ત 20 વ્યકિતના કારણે બાકીના અસરગ્રસ્તોને પરેશાન ન થવો પડે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસમાં આવ્યા મુજબ કૌભાંડ કરીઓ પાસે મકાન છે પરંતુ તેઓએ બીજાના નામે ઘર આવાસ મેળવવાની કોશીસ કરી છે. આથી તેમની સામે કાયદકીય પગલા લેવામાં આવશે.

કમિશનરે વધુમાં જણાવેલ કે, મોટા ભાગની આવાસનો ડ્રો ઓનલાઇન થતો હોવાથી ભાષ્ટ્રાચારનો છેદ ઉડી જાય છે. પરંતુ સ્લમ વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ પરીવારોને આવાસ યોજનામાં કવાર્ટર ફળવામાં આવે ત્યારે ખાસ ચોકસાઇ રખાવી પડે છે. મહાનગરપાલિકા પાસે અરજદાર પાસે ઘરનું ઘર હોય તે સબિત કરવા માટેનો કોઇ સોફટવેર ન હોવાથી અનેક લેભાગુઓ આવાસ યોજનાનો લાભ લઇ જાતા હોય છે. આથી હવે આગામી દિવસોમાં નવી ફાળવણી કરવાની થાય ત્યારે પૂરતી ચૂકસાઇ અને તમામ પ્રકારની તપાસ કર્યા બાદ સ્લમ વિસ્તારોના અસરગ્રસ્તોને આવાસ યોજનામાં ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવશે.

Advertisement

બન્ને મહિલા કોર્પોરેટરોને 48 કલાકમાં જવાબ આપવા તાકીદ
આવાસ કૌભાંડમાં ભાજપના બે કોર્પોરેટરોના પતિના પરાક્રમ ખુલતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ દેવુબેન જાદવ અને વજીબેન ગોલતર પાસે 48 કલાકમાં જવાબ માંગ્યો છે. આગામી દિવસોમાં બન્ને કોર્પોરેટર સામે સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરાય તેવા નિર્દેશો મળે છે.

સાગરનગરમાં ટૂંક સમયમાં ડિમોલિશન
મહાનગરપાલિકાની મલીકીની જગ્યા ઉપર 2006થી ગેરકાયદેસર બંધકામો ખડકાઇ ગયા છે. અને આ વિસ્તાર સાગરનગરના નામથી ઓળખાઇ છે. આ સાગરનગરના અસરગ્રસ્તોને આવાસ ફાળવામાં આવી રહ્યા છે. તેમજ કૌભાંડ કરનાર લોકોના ઘરના ઘર હોવા છતા આ સ્થળ ઉપર ગેરકાયદેસર બંધકામો કરી નાખ્યા હોવાનુ બહાર આવ્યુ છે. ત્યારે તમામ અસરગ્રસ્તોને સાગરનગરના ગેરકાયદેસર મકાનો ખાલી કરાવી આવાસની સોંપાણી કર્યો બાદ મહાનગરપાલિકાની માલિકીની સાગરનગરની જગ્યા ઉપર થયેલા તમામ ગેરકાયદેસર બંધકામો ડિમોલેશન કરવામાં આવશે.

કોર્પોરેટર અંગેનો નિર્ણય જનરલ બોર્ડમાં લેવાશે
આવાસ કૌભાંડ મુદે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવેલ કે કૌભાંડમાં આવાસ યોજનના વિભાગના અધિકારીઓની કોઇજાતની સંડોવણી ખુલી નથી પરંતુ કૌભાંડ આચરનાર કોર્પોરેટરના પતિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તેઓને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા કે નહીં તે અંગેનો નિર્ણય પાર્ટી લેવલે લીધા બાદ જનરલ બોર્ડમાં ફાઇનલ કરવામાં આવશે. આ મુદ્દે કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી થઇ શકે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement