For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનના ભેદી ન્યુમોનિયાની ભારતમાં એન્ટ્રી, સાત કેસ નોંધાયા

11:06 AM Dec 07, 2023 IST | Sejal barot
ચીનના ભેદી ન્યુમોનિયાની ભારતમાં એન્ટ્રી  સાત કેસ નોંધાયા

કોરોના મહામારી બાદ ચીનમાં હાહાકાર મચાવનાર રહસ્યમય ન્યુમોનિયાની ભારતમાં પણ એન્ટ્રી થતાં અને આ નવી બિમારીના સાત કેસ દિલ્હી એઈમ્સમાં નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને તાબડતોબ જરૂરી પગલાં લેવાનું શરૂ કરવામાં આવેલ છે.
કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી AIIMSમાં નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. આ કેસ એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા હોવાની માહિતી મળી છે. જ્યારે AIIMS એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી આવી હતી. એક અહેવાલ અનુસાર કેસની જાણકારી સંક્રમણના શરૂૂઆતના તબક્કામાં કરાયેલા પીસીઆર રિપોર્ટના માધ્યમથી મેળવી લેવાઈ હતી અને છ કેસની જાણકારી આઈજીએમ એલિસા તપાસના માધ્યમથી મેળવવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર PCR અને IgM એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી રેટ 3 અને 16% હતો. તમને જણાવી દઈએ કે દિલ્હી એઈમ્સ માઈક્રોપ્લાઝ્મા ન્યુમોનિયાના પ્રસાર પર નજર રાખવા માટે વૈશ્વિક સંઘનો એક ભાગ છે. દિલ્હી AIIMSના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને ક્ધસોર્ટિયમના સભ્ય ડો. રામ ચૌધરીએ જણાવ્યું હતું કે ખ ન્યુમોનિયાને 15-20% કમ્યુનિટી ન્યૂમોનિયાનું કારણ માનવામાં આવે છે. ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે આ વાયરસથી થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને વોકીંગ ન્યુમોનિયા પણ કહેવાય છે. પરંતુ તેના કેસ ગંભીર પણ હોઈ શકે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયાની તપાસ માટે દેખરેખ વધારવાની જરૂૂર છે. હાલમાં માત્ર એઈમ્સ અને દિલ્હીના કેટલાક અન્ય કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે. લેન્સેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે દેશોમાં એમ. ન્યુમોનિયા ફરી ઉભરી આવ્યો છે ત્યાં કેસોની સંખ્યા લગભગ મહામારી પહેલાની સંખ્યા જેટલી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement