રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના 16માં રેસિડેન્ટ કલેકટર તરીકે ચાર્જ સંભાળતા ચેતન ગાંધી

03:35 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષી કામગીરી કરવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કર્યાહતાં. જેમાં રાજકોટ શહેરની ઘણા સમયથી ખાલી પડેલી રેસીડેન્ટ કલેકટરની જગ્યા પર નર્મદાના એડીશનલ કલેકટરની નિમણૂંક કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જેના આધારે આજે આરડીસી તરીકે ચેતન ગાંધીએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.

Advertisement

રાજ્યના વહીવટી તંત્રમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગયા અઠવાડિયે બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. જેમાં રાજકોટને કાયમી આરડીસી અને પશ્ર્ચિમ મામલતદારની ખાલી પડેલી જગ્યા પર નવી નિમણૂંક કરવામાં આવી હતી. રાજકોટનાં આરડીસી તરીકે નર્મદા જિલ્લાના એડિશ્નલ કલેકટર ચેતન ગાંધીની નિમણૂંક કરતો હુકમ કરવામાં આવ્યો હતો.
રાજકોટનાં કાયમી આરડીસી તરીકે આજે એડીશ્નલ કલેકટર ચેતન ગાંધીએ પોતાનો હોદાનો ચાર્જ સંભાળી લીધો હતો. ઈન્ચાર્જ આરડીસી એસ.જે.ખાચર પાસેથી ચાર્જ સંભાળી નવનિયુકત અધિકારી પોતાની કામગીરીમાં વ્યવસ્થ બની ગયા હતાં. એડિશ્નલ કલેકટર ચેતન ગાંધી અગાઉ રાજકોટ ખાતે ફરજ બજાવી ચુકયા હોય તેઓ રાજકોટથી માહિતગાર હોવ્નું જાણવા મળ્યું છે. આજે તેઓ 16માં આરડીસી તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsResident Collector of Rajkot
Advertisement
Next Article
Advertisement