For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંદ્રા ધસમસતા પૂરમાં કાર તણાઈ, પોલીસે પાંચના જીવ બચાવ્યા

11:37 AM Jul 25, 2024 IST | Bhumika
મુંદ્રા ધસમસતા પૂરમાં કાર તણાઈ  પોલીસે પાંચના જીવ બચાવ્યા
Advertisement

બાવળની ઝાડી વચ્ચે કાર ફસાઈ : પાંચ વ્યક્તિઓ કાર પર ચડી મદદ માગી ને ખરે ટાણે પોલીસ દેવદૂત બનીને આવી : રાત્રીના 10 વાગ્યે અંધારામાં પોલીસનું દિલધડક રેસ્ક્યૂ

કચ્છમાં સતત પડી રહેલા વરસાદ અને ખાસ કરીને છેલા પાંચેક દિવસથી એકધારે મુંદ્રા તાલુકામાં પડી રહેલા મુશળધાર વરસાદમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓની નદીઓ, રહેણાંક વિસ્તારો, રોડ રસ્તાઓ, સોસાયટીઓ, વગેરે જગ્યાએ નદી જેવી પરીસ્થિતિ સર્જાઈ હતી.

Advertisement

કચ્છમાં ગઈકાલ રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળે જળમગ્નની સ્થિતિ નિર્માણ પામી હતી. ક્યાંક લોકો તો કોઈ સ્થળે અબોલ પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4 થી 6 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર ઉપર ચડી ગયા હતા અને સ્થિર અવસ્થામાં બેસી મદદની બુમો પાડી હતી. ઘટનાની જાણ મુન્દ્રા મરીન પોલીસ સુધી પહોંચી અને પીએસઆઈએ ગ્રામજનોની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મુન્દ્રા મરીન પોલીસ મથકના પીએસઆઇ નિર્મલસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રિના 10 વાગ્યા પછીનો સમય હતો, હું દિવસના સમયે બંદોબસ્તમાં રહી ફરજ પૂરી કરી ઘરે પહોંચ્યો હતો, ત્યાં સ્ટાફના લોકોનો ફોન આવ્યો કે લૂંણીની પાપડીમાં એક સેલેરિયો કાર તણાઈ ગઈ છે અને તેમાં પાંચ લોકો સવાર છે, જે હાલ મુસીબતમાં મુકાયા છે.

બનાવનીની જાણ થતાંજ તુરંત સ્ટાફના અનવરભાઈને સાથે લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં દૂર અંધારામાં બાવળની ઝાડી વચ્ચે એક કાર દેખાતી હતી અને બચાવો બચાવો ની બુમો સંભળાતી હતી. હાજર સ્થાનિક લોકોએ રસ્સા વડે બચાવના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ના હતી. અંતે ફાયર અને એનડીઆરની મદદ લેવાનું વિચાર્યું પણ તે ઉપલબ્ધ ના બનતા આખરે લાઈફ જેકેટ પહેરી કાર સુધી તરીને પહોંચ્યા , ત્યાં રાસ્સો કાર સાથે બાંધી રાત્રીના અંધકારમાં અને જોશભેર વહેતા પાણીના પ્રવાહ વચ્ચે એક બાદ એક એમ પાંચેય વ્યક્તિને અંદાજીત 60 થી 75 મિટર લાબું અંતર કાપી કિનારે લાવી બચાવી લેવાયા હતા.
તેવામાં ફરજ પર તૈનાત મુંદ્રા મરીન ઙજઈં નિર્મલસિંહ જાડેજા સ્ટાફ સાથે સ્થળ પર આવી જતા દોરડા, ટ્યુબ જેવા સાધનો સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું.

ધીમે ધીમે જ્યા કાર ફસાઈ હતી ત્યાં ફસાયેલા લોકો ત્યાં જીવના જોખમે પહોંચી ફસાયેલા લોકોને એક પછી એક દોરડા સાથે બાંધી ટ્યુબ સાથે રાખી સલામત રીતે કિનારે લઈ આવ્યા હતા અને ફસાયેલા લોકોનો જીવ બચાવી લીધો હતો. સ્થળ પર પ્રાંત અધિકારી ચેતન મિસણ સાહેબ અને ઉભેલા પ્રજાજનોએ પોલીસની કામગીરીની સરાહના કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકતી સાથે પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ફસાયેલા લોકોમાં રમેશભાઈ સુરેશભાઈ ચૌધરી, પ્રજાપતિ નીરજ શૈલેષભાઈ, ભવરસિંઘ શ્રવણસિંઘ રાજપૂત, ઉમેદસિંઘ પ્રહલાદસિંઘ રાજપૂત, ગૌરવસિંઘ કૃપાશંકર શાહી વગેરે પાંચેક લોકોને પોલીસે નદીના પ્રવાહમાંથી બચાવી લીધા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement