For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં પ્રથમવાર વ્યાજખોર ત્રિપુટી ભાઈ-બહેન સામે ગુજસીટોક

11:42 AM Sep 07, 2024 IST | Bhumika
રાજ્યમાં પ્રથમવાર વ્યાજખોર ત્રિપુટી ભાઈ બહેન સામે ગુજસીટોક
Advertisement

આપઘાત માટે મજબૂર કરવા, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને વ્યાજખોરીના ગુનામાં ત્રણેય સંડોવાઈ ચૂકયા છે

અંજાર વિસ્તારમાં નાણાં ધીરધારનો ગેરકાયદે વેપલો ચલાવી લોકોને શારીરિક માનસિક પરેશાન કરવા સાથે મરવા સુધી મજબુર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનો ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં આવતા ઈસમો સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધિઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે, ત્યારે ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ક2તી ટોળકી વિરૂૂધ્ધ જરૂૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચના અંતર્ગત અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એઆર ગોહિલે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરવાતા અને સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરવાની મોડસ ઓપરેન્ડી વાળા તેમજ ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ મુજબના ગુનાઓ આચરતા ઇસમો રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી સામે ધી ગુજરાત ડંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ -2015 મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા સંગઠીત ટોળકીના સભ્યો વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કુખ્યાત ગુનેગારો સામે અંજાર પોલીસ મથકે ગુજરાત નાણાની ધીરધાર કરવા બાબત અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 મુજબનો ગુનો બનવા પામેલો.

સદર ગુના કામેના આરોપીઓ રીયા ઈશ્વરગર ગૌસ્વામી, આરતી ઈશ્વરગર ગૌસ્વામી તથા તેજસ ઈશ્વરગર ગૌસ્વામી રહે. તમામ મંડલેશ્વર અંજાર વાળાઓએ શહેરમાં આવા પ્રકા2ના અવાર નવાર ગુનાઓ આચરેલા હોઈ ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળીને મરવા મજબુર કરવા, એકસ્ટ્રોજન, મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ તેમજ રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી, બળજબરીથી કઢાવી લેવુ જેવા ગંભીર પ્રકારના અને સતત ગુનાઓ આચરતી ટોળકી દ્વારા વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદાસારૂૂ એકબીજાના સાથે સંકલનમાં રહી મિલાપીપણુ કરી, ટોળકી બનાવી, એકબીજાના સાગરીતો બની, પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની નિયત બદલના ગંભીર ગુનાઓને ધ્યાને લઇ પોલીસે ગુજસીટોકની ગંભીર કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસના પગલાંથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement