રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિહોરમાંથી વિદેશી દારૂની 612 બોટલ ભરેલી કાર ઝડપાઇ

11:27 AM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જિલ્લાના સિહોરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂૂની નાની મોટી 612 બોટલ ભરેલી કાર સાથે ટીમાણાના શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો લઈને સિહોર ડિલિવરી કરવા આવેલો શખ્સ પોલીસની નાઈટ ડ્રાઇવમાં ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ 31 ડિસેમ્બરને અનુલક્ષીને દારૂૂની બદી લાવવા માટે જિલ્લા પોલીસવડા હર્ષદ પટેલ દ્વારા ગઈકાલે રાત્રીના સમયે ભાવનગર શહેર અને જિલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિહોર પોલીસ સ્ટાફ સિહોરના ટાવર ચોક વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન ભાવનગર તરફથી આવી રહેલી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી તપાસ કરતા કારની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂૂની નાની મોટી સાઈઝની 613 બોટલ, કિં. રૂૂ. 1,67,800 મળી આવી હતી.
સિહોર પોલીસે વિદેશી દારૂૂનો જથ્થો,સ્વીફ્ટ ડિઝાયર કાર તેમજ 01 મોબાઈલ મળી કુલ રૂૂ. 6,72,800 ના મુદ્દામાલ સાથે વિપુલ વાજસુરભાઈ ભોકળવા ( રહે. ટીમાણા તા. તળાજા ) ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા દારૂૂનો આ જથ્થો તે ભાવનગરથી લાવ્યો હોવાનું અને સિહોરમાં ડિલિવરી કરવાનો હોવાનું જણાવતા સિહોર પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Tags :
car full of 612 bottles of foreign liquorfromseizedSihorewas
Advertisement
Next Article
Advertisement