પરાપીપળિયામાં બનેવી પર સાળાએ હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા
પતિએ ટીફિન બનાવવાનું કહેતા પત્નીએ તેમના ભાઇને ફરિયાદ કરી દીધી
જામનગર રોડ પર પરા પીપળીયા ગામે રહેતા રાજેશભાઇ આયધનભાઇ હુંબલ(ઉ.વ.33)ને તેમના જસદણમાં રહેતા સાળા વિજયભાઈ જીવાભાઇ બોરીચા અને લાલો બોરીચાએ મારમારી હાથ અને પગ ભાંગી નાખતા તેમને એઇમ્સ હોસ્પિટલમાં સારવારમાં ખસેડી આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા04/08ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે હતો, ત્યારે મારા સાળા વિજયભાઈ જીવાભાઇ બોરીચા તથા તેનો પિતરાય ભાઈ લાલો બોરીચા મારા ઘરે આવીને મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા અને મારા સાળા વિજયભાઈએ ધોકા વડે પગમાં તથા હાથમાં મારવા લાગ્યા હતા અને મને જમણા પગમાં તથા ડાબા હાથના ભાગે ધોકા વડે મારેલ છે અને આ લોકો માર મારી મારી પત્ની કોમલ તથા મારા દીકરો હેતરાજને તેમની સાથે લઈ ગયેલ અને અમારા ઘરે હાજર મારા મમ્મી લાખુબેન તથા મારા મોટાભાઈ સંજયભાઈ મને 108માં સારવારમાં અહીં એઇમ્સમાં લાવી દાખલ કરેલ છે.મારા જમણા પગમાં તથા ડાબા પગમાં ફેક્ચર થયેલ છે.
આ બનાવનું કારણ એવું છે કે અમારા જેસેબીના ઓપરેટર માટે જમવાનું ટિફિન બનાવવાનું હોય જે બાબતે મેં મારી પત્નીને કહેતા તેણે તેના ભાઈને આ બાબતે ફોનથી જાણ કરેલ હોય જેનો ખાર રાખી આ મારા સગા સાળા વિજય તથા તેનો પિતરાઈ ભાઈએ આવી મારી સાથે ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો.