ધ્રાંગધ્રામાં સટ્ટાના નાણાં વસૂલવા બુકીએ રૂા. 2.45 કરોડની નકલી નોટિસ ફટકારી
ધ્રાંગધ્રાનો એક યુવાન સટ્ટયાના રવાડે ચડ્યયા બાદ 5 લાખ હારી જતાં ક્રિકેટનો સટ્ટફો ચલાવતા શખ્સને આપેલ કોરા ચેકમાં સટોડિયાએ બેંકમાં ચેક રિટર્નની નકલી નોટીસ બનાવી યુવાન પાસે વધુ રૂપિયા પડાવવાનો પ્લાન બનાવતા આ મામલો યુવાને રૂપાલ ગામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ધ્રાંગધ્રાના તેજસ ગઢિયાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં રૂપાલ ગામના બુકી પરેશ રબારી અને તેના સાગ્રીત જાકીર હુશેન સામે ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ધમકી આપી ખંડણી માંગી તેમજ બેંકમાં ચેક રિટર્નની ખોટી નોટીસ બનાવવાની ફરિયાદ નોંધાવી છે.
ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીના વ્યસની 24 વર્ષીય ખેડૂતે બે વ્યક્તિઓ પર તેમની પાસેથી દેવાના પૈસા વસૂલવા માટે નકલી દસ્તાવેજો બનાવવાનો આરોપ મૂક્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના તેજસ ગઢિયાએ શનિવારે રૂૂપાલ ગામના પરેશ રબારી અને ઝાકીર હુસૈન વ્હોરા વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધાકધમકીઓ, ખંડણી અને બનાવટનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેજશ ફેબ્રુઆરીમાં ઓનલાઈન સટ્ટાબાજીમાં ફસાઈ ગયો હતો. પરેશ રબારીએ તેને ક્રિકેટ મેચ માટે 5 લાખ રૂૂપિયાની ક્રેડિટ આપી હતી. તેણે બે દિવસમાં આખી રકમ ગુમાવી દીધી. તેજશે રબારીને તેના પિતાની સહી કરેલો રૂૂ. 5.5 લાખનો ચેક આપ્યો હતો જેમાં રૂૂ. 5 લાખ રાખવા અને બાકીના રૂૂ. 50,000 એક પરેશ વરમોરાને આપવા સૂચના આપી હતી.
પરેશ રબારીએ સટ્ટાબાજી માટે ફરીથી 4.5 લાખ રૂૂપિયાની ક્રેડિટ તેજશને આપી, જે તે થોડા દિવસોમાં હારી ગયો. પરેશે વધુ ધિરાણ આપવાનો ઇનકાર કર્યો હતો અને જો તે તેને ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેજશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેજશે પોતાના જીવના ડરથી બુકી પરેશને તેના પિતાની ચેકબુકમાંથી એક કોરો ચેક આપ્યો હતો, જેમાં પાછળથી રોકડની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું.
બુકી પરેશ રબારીએ ચેક પર બળજબરીથી તેજશના પિતાની સહી લીધી હતી. બાદમાં તેજશેએ તેના પિતા સમક્ષ કબૂલાત કરી હતી કે તે ક્રિકેટના સટ્ટામાં રૂૂ. 5 લાખ હારી ગયો હતો અને પરેશને રૂૂ. 4.5 લાખ આપવાના હતા.
ત્રણ મહિના પછી, તેજશનાના પિતાને તેમની બેંકમાંથી ચેક રિટર્ન નોટિસ મળી. ચેકની સાથે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગઠિયાના પિતાએ નવેમ્બર 2022થી એપ્રિલ 2023 વચ્ચે 2.45 કરોડ રૂૂપિયાનું કાપડ ખરીદ્યું હતું. તેજસના પિતાએ ક્યારેય ક્યારેય કાપડનો સોદો કર્યો નથી, તેઓને ખબર પડી કે નોટિસ નકલી છે. જેના પગલે તેજશે પરેશ અને તેના સાથીદાર ઝાકીર હુસૈન વ્હોરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.