For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં ઓવરટેક કરવા જતા બાઇકને બસે ઉલાળ્યું: યુવાનનું મોત

12:28 PM Jun 04, 2024 IST | admin
વેરાવળમાં ઓવરટેક કરવા જતા બાઇકને બસે ઉલાળ્યું  યુવાનનું મોત

વેરાવળ શહેરમાં બસ સ્ટેશનની બહાર ઓવરટેક કરવાની ઉતાવળ કરી રહેલ ડબલ સવાર મોટર સાયકલ ચાલક એસટી બસની અડફેટે આવી ગયા બાદ ચાલક ઉપર બસના વ્હીલ ફરી જતા સ્થળ પર જ બિહારી યુવકનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલ યુવકને સામાન્ય ઇજા સાથે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો. આ અકસ્માતના દિલ દેહલાવતા સીસીટીવી ફૂટેજો સામે આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ વેરાવળ બસ સ્ટેન્ડની બહાર એક એસટી બસ આવી રહેલ ત્યારે બસની ડાબી સાઈડથી એક ડબલ સવાર હોન્ડા સાઈન મોટર સાયકલ ઓવરટેક કરવા જઈ રહેલ તે સમયે બસની હડફેટે આવી જતા બંન્ને મોટર સાયકલ સવાર ફંગોળાય અને પડી ગયા હતા. જેમાં ચાલક બસ તરફ પડી જતા તેના ઉપર બસના તોતિંગ વ્હીલ ફરી વળતા સ્થળ પર જ બિહારી યુવક પ્રિન્સ દિપક પ્રસાદ ઉ.વ.19 નું કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારે પાછળ બેસેલ તેનો મિત્ર ફૂટપાથ તરફ પડી જતા તેને સામાન્ય ઇજાઓ પહોંચતી હતી. આ અકસ્માત સર્જાતા એકાદ કલાક સુધી એસટી રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા સ્થળ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ વેરવિખેર કરીને મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં મૃતકની ઓળખ મળી ગયા બાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. મૃતક પ્રિન્સ મૂળ બિહારનો વતની અને થોડા સમયથી અત્રે ફર્નિચરનું મજૂરી કામ કરતો હોવાનું અને અકસ્માત સમયે પેટ્રોલ ભરાવવા જતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement