રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગારિયાધારમાં વ્યાજખોરોએ ધમકી આપતા યુવાને ઝેરી દવા પીધી

12:29 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા યુવકે વીરડી ગામમાં બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લેતા યુવકને સારવાર અર્થે ગારીયાધારની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે યુવકે બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જીલ્લાના ગારીયાધારના નવાગામ રોડ પર આવેલ બ્રહ્માણીનગર માં રહેતા અને ફોટોગ્રાફીનું કામકાજ કરતા યુવાન તુંષારભાઈ બાબુભાઈ ગલાણી ઉં.વ.35 ગારીયાધારમાં આવેલ મેટ્રો પ્લાઝા શોપિંગમાં બેઠા હતા ત્યારે વીરડી ગામના ઈલિયાજ ચૌહાણ અને સોહિલ ફિરોજભાઈ ચૌહાણએ વોટ્સએપ કોલ કરી બિભત્સ ગાળો આપી તુષારભાઈને કહેલ કે તારે અમને 11 લાખ રૂૂપિયા વ્યાજ સહિત દેવાના છે નહિતર તને જાનથી મારી નાખીશ, તારે જે કરવું હોય એ કર મારે રૂૂપિયા જોઈએ છે એવી ધમકી આપી હતી.તુષારભાઈ પાસે પૈસા ન હોય તેવો પાંચ ટોપરા રોડ પર જતા રહ્યા હતા ત્યાં પણ ઇલયાજ અને સોહીલે વારંવાર ફોન કરીએ ધમકી આપતા તુષારભાઈએ ઝેરી દવા ગટપટાવી લેતા તેમને સારવાર માટે ગારીયાધારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.આ બનાવ અંગે તુષારભાઈ બાબુભાઈ ગલાણીએ ઈલિયાજ ચૌહાણ અને સોહિલ ફિરોજભાઈ ચૌહાણ (રહે. બંને વીરડી,તા. ગારીયાધાર) વિરુદ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Tags :
byGariadharthe youth drank poison after beingthreatenedusurers
Advertisement
Next Article
Advertisement