રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર મહાપાલિકાના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ છેડતીની ફરિયાદ

12:27 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ એ પીલ ગાર્ડનમાં મહિલાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબભાવનગર જિલ્લાના ખોપાળા ગામે રહેતું એક દંપતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં આવેલ પીલગાર્ડનની પાસે આવેલ રૂૂખડિયા દાદાના મંદિરે માનતા કરવા આવ્યા હતા અને માનતા પુરી કરી મંદિરે બેઠા હતા તે વેળાએ પીલગાર્ડનની સામે જ ઓફિસ ધરાવતા ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ કે.કે.ગોહિલે પતિ-પત્નિને ત્યાં ઓફિસમાં બોલાવી મંદિરે કેમ બેઠાં છો તેમ પુછી, જ્ઞાતીની પૂછપરછ કરી હતી જે બાદ દંપતિ અનૂસૂચીત જનજાતીના હોવાનું જણાતા અધિકારી કે,કે.ગોહિલે બહારથી દર્શન કરવા તેમજ ત્યાં નહીં બેસવાનું જણાવી દંપતિને અપશબ્દો કહી અપમાન કર્યું હતું.
જે બાદ મહિલાએ આમ નહીં કરવા જણાવતા અધિકારી ગોહિલે તેમની સાથે જપાજપી કરી, મહિલાની છેડતી કરી હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જે ઘટના બાદ આ દંપતિએ નિલમબાગ પોલીસ મથકે જઇ અધિકારી કે.કે. ગોહિલ વિરૂૂદ્ધ છેડતી, એટ્રોસીટી તેમજ મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તે આધારે તપાસ હાથ ધરી હતી.

Advertisement

Tags :
bhavnagarComplaint of molestation against Garden Superintendentmunicipalityof
Advertisement
Next Article
Advertisement