For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપીનું ઓડિયો રેકોર્ડિંગ બિશ્નોઇ સાથે મેચ

05:40 PM Jun 22, 2024 IST | admin
સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપીનું ઓડિયો રેકોર્ડિંગ બિશ્નોઇ સાથે મેચ
TORONTO, ON - AUGUST 31: Bollywood actor/producer Salman Khan arrives at the Canadian Premiere of "Dr Cabbie" held at Scotiabank Theatre on August 31, 2014 in Toronto, Canada. (Photo by George Pimentel/WireImage)

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગના કેસમાં આ ઘટના પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ મુંબઈ પોલીસને સૌથી મોટા પુરાવા મળ્યા છે. આરોપી પાસેથી મળેલું અનમોલ બિશ્નોઈનું ઓડિયો રેકોર્ડિંગ એજન્સી પાસે રાખેલા અનમોલ બિશ્નોઈના ઓડિયો સેમ્પલ સાથે મેચ થઈ ગયું છે.
ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતથી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી.
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે ગોળીબાર કરવાથી લઈને એ પછી છુપાવા માટે શૂટરો અનમોલ બિશ્નોઈના સતત સંપર્કમાં હતા, તેમની ધરપકડ બાદ પોલીસને તેમના મોબાઈલ ફોનમાંથી આરોપીઓની અને અનમોલ બિશ્નોઈ વચ્ચેની વાતચીતનો ઓડિયો મળ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઓડિયો અનમોલ બિશ્નોઈનો છે કે અન્ય કોઈનો છે તે જાણવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી અનમોલ બિશ્નોઈના ઓડિયો સેમ્પલ લેવામાં આવ્યા અને બંને સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા. તપાસ દરમિયાન ફોરેન્સિક લેબને ખબર પડી કે આ ઓડિયો અનમોલ બિશ્નોઈનો જ છે.
પોલીસે 26 એપ્રિલે બંને શૂટરને બંદૂક સપ્લાય કરવાના આરોપમાં અનુજ કુમાર થાપન અને સોનુ ચંદરની પંજાબથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અનુજ થાપને 1 મેના રોજ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement