અમરેલીના વરસડા નજીકથી વ્હેલ માછલીની 2.19 કરોડની ઊલટી ઝડપાઇ
અમરેલીના વરસડા નજીકથી એસઓજીની ટીમે વ્હેલ માછલીનું ઉલ્ટી (એમ્બરગ્રીસ )નું વેચાણ કરવા જઈ રહેલા ભાવનગરના શખ્સને ઝડપી લીધો હતો. તેમની પાસેથી એસઓજીએ 2.19 કરોડની કિંમતની 2.19 કિલો વ્હેલ માછલીની ઉલ્ટી કબ્જે કરી હતી. અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચનાથી એસઓજી પીઆઈ આર.ડી.ચૌધરી સહિતની ટીમે અમરેલીના વરસડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો.
અહીં ભાવનગરના દિપક ચોકમાં રહેતા રવિ નરેશભાઈ ભાસ્કર (ઉ.વ.24) પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી મળી આવી હતી. રવિ ભાસ્કર વ્હેલ માછલીની ઉલ્ટી ભાવનગરથી બગસરા વેચાણ માટે થતો હતો. ત્યારે અમરેલી એસઓજીની ટીમે રવિને 2.19 કિલો વ્હેલ માછલીની ઉલ્ટી સાથે ઝડપી લીધો હતો. તેમની પાસેથી 2.19 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી, મોબાઈલ અને બાઈક મળી કુલ રૂૂપિયા 2.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને રવિ ભાસ્કર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.