પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપનીએ જેટી માટે ડ્રેજીંગની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ
ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, ઉદ્યોગના કારણે ગામ બરબાદ નહીં થવા દઉ
અમરેલી જિલ્લામા જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના લોકો ખકઅ હીરા સોલંકી સાથે કલેકટરને આવેદનપત્ર આપી પીપાવાવ પોર્ટના અધિકારીઓ શિયાળબેટના ગ્રામજનોની માંગ નહીં સ્વીકારે તો કામ અટકાવવા ચીમકી ઉચારી છે. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક આવેલ પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપની મારફતે LPG ગેસ જેટી માટે ડ્રેજિંગની કામગીરી શરૂૂ કરતાં શિયાળબેટના ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત શિયાળબેટ ગ્રામજનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી રજૂઆતો કરી અને કંપની દ્વારા ગ્રામજનોની માગ નહી સ્વીકારે તો કામ અટકાવી દેવા સુધીની ચીમકી ઉચારી દેવામા આવી હતી. અહીં ગ્રામજનોના કહેવા પ્રમાણે ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીં કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા છે. પીપાવાવ પોર્ટની નવીનીકરણ જેટીના કારણે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન થયાનો આક્ષેપ કર્યા છે. માછીમારોની રોજગારી ઉપર સંકટ આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
શિયાળબેટના ગ્રામજનોને રોજીરોટી મળતી નથી અને બહારના લોકોને કામ ઉપર રાખતા હોવાનો ગંભીર આક્ષેપો કરી કામ બંધ કરવા માટેની માગ કરવામાં આવી હતી.શિયાળબેટના ગ્રામજનો સાથે સ્થાનિક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી,શિયાળબેટ સરપંચ ગ્રામજનો સાથે અમરેલી કલેકટર વિકલ્પ ભારદ્વાજ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ડ્રેજિંગની કામગીરીને લઈ ખુદ ભાજપના જ ધારાસભ્ય હીરા સોલંકી સહિત ગ્રામજનો સાથે રજૂઆતો કરવામાં આવી હતી અને ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કામ અટકાવવા સુધીની રજૂઆતો કરવામાં આવી હતી અને કંપની શિયાળબેટમાં પીપાવાવ પોર્ટમાં શિપ આવવાના કારણે બોયા જાળમાં નુકસાન જાય છે. પીપાવાવ પોર્ટ તરફથી ધ્યાન ન આપતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપો કર્યા હતા શિયાળબેટના લોકોને રોજગારી આપતા નથી. જેના કારણે મેં આવેદનપત્ર આપ્યું છે ઉધોગના કારણે ગામ બરબાદ થાય તેવુ હું નહીં થવા દઉં. આ પ્રકારની ચીમકી ઉચારી હતી. અમરેલી જિલ્લામાં આવેલ દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ અને સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી સહિત સૌથી મોટો ઉધોગ પીપાવાવ પોર્ટ સામે મોરચો માંડવામાં આવ્યો છે ડ્રેજિંગની કામગીરી બંધ કરવામાં આવે અથવા ગ્રામજનોને ન્યાય આપવા માટેનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.