અમરેલીમાં ટ્રક પાછળ પોલીસની બોલેરો ઘુસી જતાં દારૂની બોટલ નીકળતા વીડિયો વાયરલ
અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ઉભો હતો અને પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘૂસી જતા દારૂૂની બોટલ નીકળી હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
ટ્રક ઉભો હતો ત્યાં પાછળથી SOG પોલીસની બોલેરો આવતા અકસ્માત થયો હતો. ટ્રક પાછળ પોલીસની સરકારી ગાડી ઘુસી જતા આગળથી કચ્ચરઘાણ થઈ ગયો હતો. SOG ની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઇવર ચલાવતો હતો, જે ગાડીનો અકસ્માત કરી ગાડી છોડી નાસી ગયો. બોલેરોમાંથી 1 દારૂૂની બોટલ મળી આવી હતી. જેનો સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, અમરેલી RTO ઓફિસની બાજુમાં ટ્રકની પાછળ પોલીસની બોલેરો ઘુસી જતા પોલીસની બોલેરોનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો છે. SOG ની બોલેરોમાં આઉટસોર્સનો ડ્રાઇવર ચલાવતો હતો, જે ગાડીનો અકસ્માત કરી ગાડી છોડી નાસી ગયો છે. પોલીસની બોલેરોનો દરવાજો ખોલતાની સાથે જ દારૂૂની બોટલો જોવા મળી છે. પોલીસ વાનમાંથી દારૂૂની બોટલો મળતા પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો ઉતારી વાયરલ કરી રહ્યા છે. અમરેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.