અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયા
અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલ ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી 24 વર્ષીય યુવતી હેતલ પર છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં યુવતીને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 24 કલાકમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
અમરેલી શહેરમાં આવેલા ભાવકા ભવાની મંદિરે માતા અને દીકરી હેતલ કામકાજ કરવા ગયા હતા. તે દરિમયાન માતા અન્ય ઘરે કામકાજ કરવા ગઇ હતી અને દીકરી મંદિરે કામકાજ કરતી હતી. તે દરમિયાન વિપુલ અને તેની સાથે આવેલા અજાણ્યા એક વ્યક્તિ એ જીવલેણ હુમલો કર્યો હતો.
યુવતીની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી, પરંતુ આરોપી વિપુલ યુવતી સાથે સંપર્ક સાધવા માગતો હતો. પરંતુ યુવતી તેના સંપર્કમાં આવતી ન હોવાથી મારી સાથે કેમ વાત નથી કરતી? એમ કહી આરોપીએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ છરીના ઘા ઝીંક્યા હતા. વિપુલ સાથે આવેલ એક અજાણ્યા વ્યક્તિએ યુવતીને પકડી રાખી હતી અને ત્યારબાદ હુમલો અંજામ આપવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે યુવતીની મુલાકાત લઈને સરકાર સામે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. પદિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે, દીકરીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર ચિંતા કરવાની જરૂૂર છે.