પશુ ચરાવવા ગયેલા બે માસૂમ પિતરાઇ ભાઇના તળાવમાં ડૂબી જતાં મોત
12:49 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા ગામમાં પશુ ચરાવવા ગયેલા બે પિતરાઈ ભાઈઓના તળાવના પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બંનેના મૃતદેહોનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા ગામમાં રહેતા રાજુભાઈ ગેલાણીના પુત્ર ધાર્મિક અને તેના ભાઈ મિલનભાઈ ગેલાણીના પુત્ર તુષાર બંને પશુ ચરાવતા હતા. ત્યારે ગામમાં આવેલા તળાવના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતા બંનેના મોત નિપજ્યા છે.
Advertisement
બે માસૂમ બાળકોના મોતના પગલે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement