For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી સરઘસકાંડમાં પોલીસનો અતિરેક : અંતે સંઘાણી બોલ્યા

11:59 AM Jan 15, 2025 IST | Bhumika
અમરેલી સરઘસકાંડમાં પોલીસનો અતિરેક   અંતે સંઘાણી બોલ્યા

Advertisement

પોલીસે વધુ પડતી કાર્યવાહી કરી સત્તાનો દૂર ઉપયોગ કર્યો, લાંબી સજાવાળી કલમો લગાડવા અંગે પણ તપાસ જરૂરી

વાઈરલ પત્ર અંગે પણ જાહેરમાં ચકાસણી કરી સત્ય બહાર લાવવું જોઈએ, વિપક્ષને પણ સત્ય ઉપર ધ્યાન આપવા અપીલ

Advertisement

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર અમરેલીના નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે માર મારવાના કાંડમાં ધીરે ધીરે ભાજપના નેતાઓ મોં ખોલી રહ્યા છે, બે દિવસ પહેલા રાજકોટના સંસદ સભ્ય પરસોતમ રૂૂપાલાએ દબાતા આવજે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યા બાદ હવે મૂળ અમરેલીના વતની અને ભાજપના સિનિયર મોસ્ટ નેતા દિલીપ સંઘાણી ખુલીને મેદાનમાં આવ્યા છે અને તેમણે આ મામલાને ગંભીર ગણાવી રાજ્ય સરકાર જવાબદારો સામે પગલાં લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દિલીપ સંઘાણીએ અમરેલીની આ ઘટનામાં ભાજપના નેતાના નામે જાહેર થયેલ લેટરથી માંડી પોલીસે આ ઘટનામાં અતિશયોક્તિ દાખવી હોવાનું જણાવ્યું હતું અને પોલીસે લગાડેલી ભારે ખમ કલમો અંગે પણ તટસ્થ તપાસ કરી જવાબદારો સામે સરકાર કડક પગલાં ભરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે દિલીપ સંઘાણીએ આ ઘટનામાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા કે અન્ય રાજકીય સંડોવણી અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઉત્તરાયણના દિવસે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદામંત્રી દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમના નિવાસસ્થાને પરિવાર સાથે પતંગ ઉડાવતા સંઘાણીએ જણાવ્યું કે, પોલીસે આ કેસમાં વધુ પડતી કાર્યવાહી કરી છે અને સત્તાનો દુરુપયોગ કર્યો છે.સંઘાણીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ આ મુદ્દાને રાજકીય દૃષ્ટિકોણથી નથી જોતા. તેમણે કહ્યું કે પાયલનું સરઘસ કાઢવું, આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે. સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જોઈએ.પાયલ ગોટીની જેલ મુલાકાત અંગે સંઘાણીએ સ્પષ્ટતા કરી કે તેઓ ભાજપના પાયાના કાર્યકર્તા છે અને પક્ષ વતી તેમને ગણી શકાય. વકીલ અને પૂર્વ કાયદામંત્રી તરીકે તેમણે જેલના નિયમોનું પાલન કરીને મુલાકાત લીધી હતી. લેટર અંગે તેમણે કહ્યું કે તપાસમાં સત્ય બહાર આવશે અને પત્રની જાહેરમાં ચકાસણી થવી જોઈએ. પોલીસની ઓવરએક્શનથી સરકારને બદનામી મળે છે અને સરકારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે વિપક્ષને પણ સલાહ આપી કે આ મુદ્દે આરતી ન ઉતારતા સત્ય હકીકત બહાર લાવવા પર ધ્યાન આપવું જોઈએ.પાયલ ગોટી મુદ્દે તેમણે કહ્યું હતું કે, આમાં હું કોઈ રાજકીય દૃષ્ટિકોણ નથી જોતો. પોલીસે કરેલી કામગીરી, ઓવર કામગીરી. જેમને કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય, એ કાયદાનો દૂર ઉપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવો અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે, જે લાંબા સમયની સજા થતી હોય.

મને લાગે છે કે વધારે પડતું હશે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે, નિર્લિપ્ત રાયને. મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતે કલમો લાગે છે, એ અંગે ચકાસે અને જાહેર હીતમાં જાહેર લોકોને વિશ્વાસ બેશે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાંઓ લઈ રહ્યા છે, ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારી સામે કડકાઈથી કાર્યવાહી કરે છે.કોંગ્રેસ રાજકારણ રમી રહી છે એવા સવાલના જવાબમાં સંઘાણીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં. આક્ષેપો કરે. સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. હું જાવ એટલે આખા ભાજપને આવવાની જરૂૂર નથી.

હું ભાજપ વતી જ ગયો હતો. હું ભાજપનો પાયાનો કાર્યકર્તા છું. ભાજપની સ્થાપના વખતનો કાર્યકર્તા છું. જનસંઘની સ્થાપના ન થઈ ત્યારે જનસંઘના પ્રચારમાં બાળપણમાં જતો. સંઘનો સેવકું છું. એટલે સર્વાંગી પક્ષ વતી આખો પક્ષ રોજ જાય એ કરતા, હું કાયદાથી પણ જાણકાર છું, કાયદામંત્રી પણ રહ્યો છું, એટલે જેલમાં પણ એના નીતિ નિયમોને પાળીને જવું જોઈએ છે.પત્રની સત્યતા બાબતે જણાવ્યું હતું કે, એ તો તપાસમાં જે આવશે, ત્યારે ખ્યાલ આવશે. પાયલ ગોટીએ જે કીધું છે કે, અમે પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ. એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લીકલી તાત્કાલીક બહાર પાડવો જોઈએ.હવે આ મામલામાં ભાજપમાં અંદરથી પણ અવાજ ઊઠવા લાગ્યો છે અને અત્યાર સુધી શાંત રહેલા ભાજપના નેતાઓ ધીરે ધીરે મોઢું ખોલી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ મામલો ભાજપમાં કોઈને દઝાડે છે કે માત્ર પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને જ બલીનો બકરો બનાવવામાં આવે છે તે જોવાનું રહ્યું.

વિજય રૂપાણી પણ બોલ્યા
અમરેલી પત્રકાંડને લઈ પૂર્વ CM રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. નવા સંગઠન મુદ્દે વિજય રૂૂપાણીએ કહ્યું કે, BJP
પાર્ટી લોકતાંત્રિક ઢબે ચાલે છે. સમય-સમયે આંતરિક ચૂંટણીઓ કરે છે. સંગઠન મુદ્દે પાર્ટી એકમતે નિર્ણય કરશે.

કોઈ પણનો પતંગ ચગે એટલે કપાય
આકાશમાં કોઈપણનો પતંગ ચગે, ત્યારે ક્યારેક ઈરાદપૂર્વક કપાય કે જાણે અજાણે કપાય. આ બધા અનુભવ છે. એવા અનુભવોમાં શરૂૂઆતમાં તો નીચે પતંગ હોય ત્યારે આવો પ્રયાસ ન થાય. જ્યારે ઉંચે ચગે ત્યારે એવા પ્રયાસો થતાં હોય છે. સદભાગે જ્યારે વધારે ઉંચે ચગે ત્યારે કાપવાનો નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને મદદથી પતંગ સ્થિર રહ્યો છે. ક્યારેક ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની મદદથી પતંગને સ્થિર રાખ્યો છે. કાયમ માટે મારો પતંગ સ્થિર રહે અને કોઈનો કપાય નહીં, એની કાળજી સાથે મેં મારા પતંગને સ્થિર રાખ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement