For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડિયાના બરવાળા બાવળના ખેડૂતની ચોરાયેલી ભેંસ સાથે ત્રણ ચોર પકડાયા

12:05 PM Aug 09, 2024 IST | Bhumika
વડિયાના બરવાળા બાવળના ખેડૂતની ચોરાયેલી ભેંસ સાથે ત્રણ ચોર પકડાયા
Advertisement

અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયાની ભાગોળે આવેલા બરવાળા બાવળના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાળા બાવળ ગામે આવેલી તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી બે ભેંસો ચોરી કરી લઇ ગયેલા હોય આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ 06/07/24 ના રોજ ફરિયાદ નોંધી તેમની તપાસ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શરુ કરી હતી ટેકનિકલ સોર્સના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી જે શખ્સોમાં (1) પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરીયા રાહે બરવાળા બાવળ (2) સાગર ચુનીલાલ ગોહેલ રાહે ચાંપરાજપૂર તા. જેતપુર (3) અરવિંદ દેવશીભાઇ મકવાણા (ટોળીયા) રાહે ભોજધાર, જેતપુર તેઓએ ચોરી કર્યાનો ગુનો કબૂલ કર્યો હતો.

આ કબૂલાત ના આધારે આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મુદામાલ બે ભેંસોનુ ક્યાં વેચાણ કરેલ છે તેની તપાસ કરતા બંને ભેંસોમાંથી એક ભેંસ ચોટીલા પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય જયારે બીજી ભેંસ ખંભાત પાસેના એરિયા માં વેચાણ કરેલ હોય તેને પરત લાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાંથી ચોટીલા ખાતે વેચાયેલી ભેંસ ચોરાયા બાદ વિહાતા તેને પારૂૂ સાથે વડિયા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવી હતી ત્યારે વડિયા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે ભેંસ અને તેના પારૂ ચારા અને પાણીની સુવિધાઓ સાથે બાંધેલા જોવા મળ્યા હતા. બીજી ભેંસને પણ ખંભાતથી પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ભેંસ પણ ટૂંકાગાળામાં વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવનાર છે.

Advertisement

પોલીસની આ કામગીરીમાં વડિયા પીએસઆઇ ગળચરના માર્ગદર્શન નીચે વડિયા પોલીસમાં અશોકસિંહ કાછેલા, અભેસિંહ મોરી અને આંબાલાલ વરુ એ સમગ્ર કેસ ઉકલ્યો હતો.વડિયા પોલીસની આ સરાહનીય કામગીરી થી ખેડૂતોના મહેનતની કમાણીથી લીધેલા કિંમતી પશુઓ પરત શોધી લાવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. જોકે આ વિસ્તારમાં સક્રિય બનેલી આ ચોર ડોળકી પર કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવવા પણ લોક માંગણી જોવા મળી રહી છે.
(તસ્વીર: ભીખુભાઇ વોરા)

Advertisement
Tags :
Advertisement
Advertisement