યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી જેણે અમરેલી પોલીસની કાર્યવાહી વિરૂૂદ્ધ ન્યાય માટે અપીલ કરી હતી, તેના પર હવે રાજકીય અને સામાજિક આગેવાનોની પણ આંખ પડી છે.
નારણભાઈ કાછડિયાએ જણાવ્યું કે, આ ઘટનાથી હું ખૂબ જ શરમિત છું અને તે ખુબજ નિંદનીય છે. દરેક સમાજના માટે આ એવી ઘટના છે, જેના કારણે માથું શરમથી ઝૂકી જાય છે.આ સાથે નારણ કાછડિયાએ અમરેલી પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે, જોકે આ કૃત્યમાં અમરેલી પોલીસ કોઈના ઈશારે સામેલ છે, આ પધ્ધતિથી પોલીસ એ જ રૂૂપ દર્શાવ્યું છે, જેના પરિણામે પોલીસમાંથી ગુજરાતના માથે શરમ આવી છે.છેલ્લાં 30 વર્ષમાં ક્યારેય ન બની હોય એવી ઘટના અમરેલીમાં બની છે. જેનાથી પાર્ટીને નુકસાન તો થયું જ છે. પરંતુ, પાર્ટીના તમામ નેતાનું માથું પણ શરમથી ઝૂકી ગયું છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સી.આર પાટીલને અપીલ કરૂૂ છું કે, આ મામલે ખરેખર તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ તેમજ પાણીનું પાણી થવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું, એલેકશન અને રાજકીય અસરના દૃષ્ટિએ આ કાર્યવાહી કરાઈ છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સી.આર. પાટીલને વિનંતી કરું છું કે આ મામલામાં કડક તપાસ કરવામાં આવે અને સત્યને બહાર લાવવાનું જરૂૂરી છે. સંપૂર્ણ રાજ્ય અને ખાસ કરીને અમરેલીમાં આ કિસ્સો ઘણી ચર્ચાઓનો વિષય બની ગયો છે.