For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાત

12:12 PM May 27, 2025 IST | Bhumika
ધારી પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી યુવકનો આપઘાત

ધારીનુ પોલીસ મથકે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. ધારીના હિમખીમડીપરામા રહેતા મગન પ્રેમજીભાઇ થળેસા (ઉ.વ.25) નામના યુવાને અહી આપઘાત કર્યો હતો.આ યુવાન બપોરના સમયે ધારી પોલીસ મથકના ગ્રાઉન્ડમા આવ્યો હતો. અને બાદમા પોલીસ મથકમા પ્રવેશી દાદરા ચડી છત પર પહોંચી ગયો હતો. ત્યાં સુધી કોઇ પોલીસકર્મીનુ તેના પર ધ્યાન ગયુ ન હતુ.

Advertisement

અહી બે માળ ઉંચાઇનુ નવુ પોલીસ સ્ટેશન બનેલુ છે જેની છત પરથી તેણે નીચે છલાંગ લગાવી દીધી હતી. અવાજ આવતા પોલીસ કર્મીઓ બહાર દોડયા હતા. યુવકને માથામા ગંભીર ઇજા પહોંચી હતી જેને પગલે પોલીસ કર્મચારીઓ દ્વારા તેને તાબડતોબ સારવાર માટે ધારી દવાખાને ખસેડવામા આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા મૃતક યુવકના પરિજનો દોડી આવ્યા હતા. ઘટના કઇ રીતે બની તે અંગે પોલીસે પરિજનોને સીસીટીવી ફુટેજ બતાવ્યા હતા. યુવકને પોલીસે બોલાવ્યો ન હતો પણ જાતે જ પોલીસ મથકમા ઘુસી છત પર ચડી ગયો હતો. મૃતકની માતાએ જણાવ્યું હતુ કે મોટા પુત્રનુ અગાઉ હાર્ટએટેકથી મોત થયા બાદ તે ગુમસુમ રહેતો હતો. અને બપોરે ઘરેથી જમીને નીકળ્યો હતો. જો કે તેણે આપઘાત શા માટે કર્યો તે સ્પષ્ટ થયુ ન હતુ. અહી તપાસ માટે દોડી આવેલા ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે પોલીસ મથક જાહેર સ્થળ હોય કોઇપણ આવી જઇ શકે છે.

આ યુવાન પણ આ રીતે જ આવ્યો હતો અને પોલીસ મથકની પાછળની બાજુ અવાજ આવતા સ્ટાફ દોડી ગયો હતો. જયાં આ યુવાન લોહીલુહાણ હાલતમા પડયો હતો. મૃતક મગનની માતા હંસાબેન ધનજીભાઇએ પોલીસને જણાવ્યું હતુ કે એક વર્ષ પહેલા તેના મોટા પુત્ર પ્રવિણનુ અવસાન થતા તેને લાગી આવ્યુ હતુ. છેલ્લા ત્રણ દિવસથી તે સુતો ન હતો અને સતત બોલબોલ કરતો હતો. મળતી વિગત મુજબ બપોરે ઘરેથી જમી આ યુવાન એક રત્નકલાકારના બાઇક પર બેસી પોલીસ સ્ટેશન સુધી ગયો હતો. મૃતક યુવાન કડીયા કામની મજુરી કરતો હતો.મૃતક યુવાન કોઇ ગુનામાં સંડોવાયેલો ન હતો આ યુવકનો કોઇ ગુનાહિત ભુતકાળ ન હતો, કોઇ ગુનામા સંડોવાયેલ ન હોય પોલીસે તેને પોલીસ મથકમા બોલાવ્યો પણ ન હતો. સીસીટીવીમા પણ સ્પષ્ટ જોઇ શકાયુ હતુ કે યુવાન જાતે જ પોલીસ મથકમા ઘુસી ગયો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement