સિંહોના મૃત્યુ મામલે હાઇકોર્ટ ભારે નારાજ
બે સિંહોના મૃત્યુ થયા હોવા છતાં સરકારે સોગંદનામામાં એક જ મોત બતાવ્યું
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર ત્રણ એશિયાટિક સિંહોના અકુદરતી મૃત્યુ બાદ થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને ભારે નારાજગી દર્શાવી હતી. હાઇકોર્ટ સમક્ષ સરકારે જે સોગંદનામું કર્યું હતું એમાં છેલ્લા એક મહિનામાં રેલવે ટ્રેક પર બે સિંહોના મૃત્યુ થયા હોવા છતાંય માત્ર એક સિંહના મૃત્યુની વિગતો જ રજૂ કરી હતી.
તેથી ખંડપીઠે સવાલ કર્યો હતો કે,થશા માટે કોર્ટને ગેરમાર્ગે દોરો છો. જો બે દુર્ઘટનામાં બે સિંહો મૃત્યુ પામ્યા હોય તો બીજી દુર્ઘટના અંગે કેમ કોર્ટનું ધ્યાન દોરતા નથી. જો તમે આવું જ વલણ દાખવશો તો અમે જવાબદાર અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનું ફરમાન કરીશું. હાઇકોર્ટે સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી 30મી ઓગસ્ટે રાખી છે.
ખંડપીઠે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે, પઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સુપરત કરાયેલા અહેવાલની તપાસ કર્યા પછી, અમે આ બાબતને 09-08-2024ના રોજ કમિટીની ભલામણોના પાલન માટે અમારી સમક્ષ મુકીશું. પ્રથમ તબક્કો જેમ કે રેલવે બોર્ડ દ્વારા સ્પીડના નિયંત્રણોને હળવા કરવા માટે એન્જિનની હેડલાઈટમાં સુધારો કરવાનો નિર્ણય, રેલવે ટ્રેકની બંને બાજુએ સમયાંતરે વનસ્પતિનું કટીંગ, રેલવે દ્વારા અંડરપાસમાંથી વનસ્પતિની સફાઈમાં કમિટીની ભલામણ મુજબ ઘટાડા વગેરેના મુદ્દે મૂલ્યાંકન કરાશે.
ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે,થપીપાવાવથી લિલિયા સુધીના રેલવે ટ્રેક સાથે અન્ડરપાસના રેટ્રોફિટીંગમાં થયેલી પ્રગતિ; રેલવે અને વન વિભાગ બંને દ્વારા સંયુક્ત સર્વેક્ષણની કામગીરીની શરૂૂઆત, અંડરપાસના બાંધકામ માટેના સ્થાનને સૂચિત કરવા અને હોટપોટ્સને સૂચિત કરવા અંગેનો પ્રગતિ અહેવાલ આગામી તારીખે કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે, જે સિંહોના આકસ્મિક મૃત્યુના કારણો અને તેને અટકાવવાના ઉપાયો શોધીને એક જઘઙ બનાવે. જેમાં આજે રેલવેએ જણાવ્યું કે, હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવાઈ છે. જેમાં પાંચ સભ્ય વન વિભાગ અને પાંચ સભ્ય રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે. જેની ત્રણ વખત મીટિંગ મળી છે. જે મુજબનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.