વડિયામાં લખાયા પોલીસની કામગીરીના ધજિયા ઉડાડતા લખાણ
તીનબત્તી ચોકમાં ખુલ્લે આમ દેશી ઇંગ્લિશ દારૂનું વેંચાણ, માફિયાઓના ત્રાસ અને બહેન-દીકરી નથી સલામત જેવા લખાણ લખાયા
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મઠક એવા વડિયા માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોય તેવી વાતો અનેક વાર લોકમુખે સાંભળવા મળતી હતી પરંતુ તારીખ 20ની સમી સાંજના સમયે કોઈ જાગૃત લોકો એ વડિયાના હાર્દ સમા શિવાજી ચોક (તીનબતી ચોક ) કે જે વડિયા ની મામલતદાર કચેરી સામે આવેલો સાથી ભરચક વિસ્તાર ગણાય છે. ગામની તમામ ઘટનાઓ અહીં જાહેરાત ના સ્વરૂૂપ માં બોર્ડ પર લખવામાં આવતી હોય છે. આ શિવાજી મહારાજ ના પૂતળા નીચે આવેલા જાહેર ખબર ના બોર્ડ માં વડિયામાં તીનબતી ચોક માં ખુલ્લે આમ ઇંગલિશ દેશી દારૂૂનુ વેચાણ, વડિયામાં માફિયાઓનો ત્રાસથી બેન દિકરી નથી સલામત,તીનબતી ચોક માંથી બેન દીકરીઓને નીકળવું મુશ્કેલ જેવા લખાણ કોઈ જાગૃત નાગરિકે નેતાઓ, તંત્ર,પોલીસ અને લોકોના ધ્યાને મુકવા માટે જાહેર ખબરના રૂૂપ માં લખવામાં આવતા રાત્રી ના સમયે નીકળતો દરેક વ્યક્તિ આ શબ્દ વાચી એવું કહેતો હતો કે ખરેખર સાચું અને બરાબર લખ્યું છે. આ લખાણ પરથી વડિયામાં ઇંગલિશ અને દેશી દારૂૂ બેફામ વેચાઈ રહ્યો છે તે જગ જાહેર થયું છે તો લુખ્ખા તત્વો નો ત્રાસ પણ વધ્યો હોય અને બેન દિકરી સલામત નથી તેવા લખાણો એ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.
આ લખાણ થી અમરેલી જિલ્લા અને વડિયા ની પોલીસ ની આબરૂૂના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે તેનું એક માત્ર કારણ વડિયા માં દારૂૂ વેચાય છે તેવુ જાહેરમાં લખાયું છે તો છેલ્લા કેટલાય સમયથી વડિયા માં એક પણ દારૂૂના વેચાણનો, રોમિયોગીરી નો કેસ નોંધાયો નથી તે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. બીજી બાજુ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ સ્ટેશનની સામેના અવધ કોમ્પ્લેક્સ માં જ સતાધારી નેતાઓ દ્વારા પોલીસની મીઠી નજર નીચે દારૂૂની રોજ જાહેરમાં પાર્ટીઓ થાય છે આ જાહેર માં થતી પાર્ટીઓ થી શું પોલીસ અજાણ હશે?કે પોલીસની જ મીલી ભગત હશે આ તમામ બાબતો પર કોઈ બાહોશ અધિકારી તપાસ કરે તો અનેક ચોકાવનારી બાબતો પણ સામે આવી શકે તેમ છે ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા વડિયાના પોસ સમા મુખ્ય બજારના ચોકમાં આ બાબતે લખાણો લખાયા છે ત્યારે ચોક્કસ આ બાબતે તપાસ કરી જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરશે કે પછી ના ના ભાઈ આવુ કશું જ વડિયા માં ચાલતું નથી તેવા ગુણગાન ગાશે તે તો આવનારો સમય જ બતાવશે.