SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકો
પાયલ સહિતના આરોપીઓનું સરઘસ પણ એસ.પી.ના કહેવાથી કઢાયું અને મારમાર્યો ત્યારે પણ સંજય ખરાટ હાજર હતા
એસ.પી.એ રચેલી ‘સિટ’ની તપાસ પણ ફગાવતા આનંદ યાજ્ઞિક, ડીઆઇજી સમક્ષ કરશે ફરિયાદ, હાઇકોર્ટમાં કરશે પીટિશન
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે ભાજપના જ પૂર્વ હોદેદાર મનિષ વઘાસીયાએ લખેલા બોગસ લેટરકાંડમાં પોલીસ અને રાજકીય અત્યાચારનો ભોગ બનેલી પાટીદાર યુવતી પાયલ ગોટીની વહારે હવે હાઇકોર્ટનાં એડવોકેટ આનંદ યાજ્ઞીક પણ આવ્યા છે અને આનંદ યાજ્ઞીકે પાયલનુ સરઘસ કાઢી અપમાનિત કરવાથી માંડી પોલીસ સ્ટેશનમા પટ્ટા વડે માર મારવાના સમગ્ર ઘટનાક્રમના સુત્રધાર અમરેલી એસ.પી. સંજય ખરાટને ગણાવ્યા છે.
આ ઉપરાંત સમગ્ર ઘટનાના સુત્રધાર એસ.પી. એ રચેલી ‘સિટ’ ની ખાસ પણ એડવોકેટ યાજ્ઞીકે ફગાવી દઇ ડી.આઇ.જી. કક્ષાના અધિકારીની તપાસ માંગી હતી અને રેન્જ આઇ.જી. સમક્ષ પણ પાયલને સાથે રાખી પોલીસના કારનામાઓ અંગે રજુઆત કરી હતી.
બીજી તરફ ગઇકાલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાને જાહેર ચર્ચાનો પડકાર ફેંકયો હતો પરંતુ વેકરીયા તેમા નહીં આવતા ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા જયારે આજે સવારથી અમરેલીમા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ ઉપવાસ શરૂ કર્યા હતા.
આ મામલામા હવે કૌશિક વેકરીયા બરાબરના ભરાયા છે અને તેના કારણે આખુ ભાજપ ભીંસમા મુકાઇ ગયુ છે. અમરેલી લેટરકાંડનો મુદ્દો સૌથી ચર્ચામાં છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી ચર્ચામાં આવેલા લેટરકાંડમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ ઘટનામાં હાઈકોર્ટના સીનિયર વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
હાઈકોર્ટના વકીલે કહ્યું કે જ્યારે આરોપીઓને માર મારવામાં આવ્યો તો પોલીસ અધિક્ષક સંજય ખરાટ હાજર હતા. હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે પાયલ ગોટી સહિતના આરોપીઓને મરજી વિરુદ્ધ ઉભા રાખી ફોટા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા છે, એટલે અમે એસઆઈટીનો સ્વીકાર કરતા નથી. તેમણે કહ્યું કે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પાયલના ઘરની બહાર પોલીસ ગોઠવી કયું રક્ષણ આપવા માંગો છો?
હાઈકોર્ટના એડવોકેટે કહ્યું કે અમારે પોલીસ રક્ષણની જરૂૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવતા મુશ્કેલી પડી રહી છે. સાયબર સેલ, એસઓજી, ડીસીબી અને અમરેલી પોલીસના કર્મીઓ તથા અધિકારીઓએ દીકરીને મારી છે. તેમણે આ કેસની તપાસ આઈજી કક્ષાના અધિકારીઓને સોંપવાની માંગ પણ કરી છે.
હાઈકોર્ટના વકીલે કહ્યું કે ડીજીને આગામી દિવસોમાં રૂૂબરૂૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આ મામલે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવશે. માનહાની થવાની પણ અરજી કરવામાં આવશે.
હાઈકોર્ટના વકીલે સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસ અધિક્ષક શંકાના ઘેરામાં છે. એટલે SITના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે.
ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે. SIT પર ઉઠાવ્યા સવાલ સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પડતા હતા. IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. DGને આગામી દિવસોમાં અમે રૂૂબરૂૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું.
આવતા બે દિવસમાં અમે હાઇકોર્ટમાં સબસ્ટેન્સીસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું. પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકમાં છે તો તેના જ SIT ના DYSP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરાવવા માંગે છે.