અમરેલીમાં સામાજિક કાર્યકર સુખડિયાને પૂર્વ સાંસદ કાછડિયાની જાનથી મારી નાખવાની ધમકી
ગૌચરની જમીન અને બિનખેતીની જમીન મામલે હાઇકોર્ટમાં જવા પર સુખડિયાના ભાણેજને ધમકાવ્યો
અમરેલી જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના એક પછી એક આગેવાનો સતત વિવાદમા આવી રહ્યાં છે. હવે અહીના સામાજીક કાર્યકર નાથાલાલ સુખડીયાએ ગૌચર અને બિનખેતીની જમીનની રજુઆત અંગે પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સામે મારી નાખવાની ધમકી આપવા સબબ તાલુકા પોલીસને રાવ કરી છે.નાથાલાલ સુખડીયાના પત્ની ભાવનાબેન અમરેલી તાલુકાના દેવળીયા ગામના સરપંચ છે. જ્યારે નાથાલાલ સામાજીક કાર્યકર તરીકે દોઢ દાયકાથી કામ કરી રહ્યાં છે. તેમણે આજે તાલુકા પોલીસને આપેલી કરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાણેજ ચેતનભાઈ દિનેશભાઈ પાનાણીના મોબાઈલ પર પુર્વ સાંસદ નારણ કાછડીયાએ સોશ્યલ મિડીયાના માધ્યમથી કોલ કર્યો હતો.
આજે સવારે 10:48 કલાકે તેણે કોલ કરી એવુ જણાવ્યું હતુ કે તારા મામા નાથાલાલ સુખડીયાને સમજાવી દેજે, મારી બાબતોની ગૌચર, દબાણ, બિનખેતી જમીનનું પ્રકરણ, ગેરકાયદે ખનન વિગેરેની સોયલ મિડિયામા પોસ્ટ મુકી હાઇકોર્ટમાં જવાની વાત કરી છે. તેને સમજાવી દેજે. હવે હું સંસદ સભ્ય નથી અને એના હું જાહેરમા ટાંટીયા ભાંગી નાખીશ. એને કહેજે અમરેલીની બજારમા મને સામો ન મળે. તાલુકા પોલીસે હજુ સુધી આ બારામાં ગુનો નોંધ્યો નથી. અને માત્ર અરજી લીધી છે.
મારા પરિવાર પર જોખમ : નાથાલાલ
નાથાલાલ સુખડીયાએ તાલુકા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ વ્યકિત રાજકીય હોય અને અગાઉ પણ ગુનાહિત કૃત્ય કરવા ટેવાયેલ હોય ગમે ત્યારે મને કે મારા પરિવારને જાનમાલનુ કે મિલકતનું નુકશાન થાય તે પહેલા આ ફરિયાદ દાખલ કરી તપાસ થવી જોઈએ. તેમણે ભાણેજના મોબાઈલ કોલની ડિટેઈલ પણ પોલીસ સમક્ષ રજુ કરી હતી.
લેટરકાંડની તપાસ નિર્લિપ્ત રાયને સોંપો : સુખડિયા
અહીના સામાજીક કાર્યકર નાથાલાલ સુખડીયાએ આજે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતુ કે રાજયની ભાજપ સરકારને અને કૌશિકભાઈ વેકરીયાને ખોટી રીતે બદનામ કરવા અને સરકાર પ્રત્યે અરાજકતા અને અસ્થિરતા ઉભી થાય તેવા ભદ ઈરાદા સાથે સમાજમા ભાજપ પ્રત્યે લોકોને વિમુખ કરવાનુ આ કાવતરૂૂ છે. જેની મુળ સુધી તપાસ કરવા માટે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયના વડપણ હેઠળ તપાસ થવી જરૂૂરી છે.