અમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોઢે કપડું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક સાથે 8 મકાનોને નિશાન બનાવ્યા હતા.
સૌથી મોટી ચોરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષકુમારસિંગ શ્રીવિશ્વનાથસિંગ ચૌહાણના ઘરમાંથી થઈ છે. મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરના વતની આશિષકુમારસિંગ પરિવાર સાથે સોમનાથ દર્શન માટે ગયા હતા. તેમની ગેરહાજરીમાં તસ્કરોએ કોલોની બ્લોક નંબર 104માં આવેલા તેમના મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂૂ. 10,13,120, ચાંદીના દાગીના કિંમત રૂૂ. 78,399 અને રોકડા રૂૂ. 41,100 મળી કુલ રૂૂ. 11,32,619ની ચોરી કરી હતી. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘરવખરી વેરવિખેર કરી હતી. જોકે, અન્ય મકાનોમાંથી મોટી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
ચોરીની ઘટનાની ગંભીરતા જોતાં અજઙ વલય વૈદ્યના નેતૃત્વ હેઠળ અલગ-અલગ પોલીસ સ્ટેશનોની સર્વેલન્સ સ્કોડની મદદથી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આસપાસના વિસ્તારોના ઈઈઝટ ફૂટેજની ચકાસણી શરૂૂ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે તસ્કર ગેંગ અન્ય રાજ્યની હોઈ શકે છે. હાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનના ઙઈં જે.આર. ભાચક આ ઘરફોડ ચોરીની તપાસ ચલાવી રહ્યા છે. તસ્કરોને પકડવા માટે પોલીસે વિશેષ અભિયાન શરૂૂ કર્યું છે.