For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીમાં જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાને તૂત સાબિત કરતુ વિજ્ઞાન જાથા

11:25 AM Sep 10, 2024 IST | Bhumika
અમરેલીમાં જમીનમાંથી શિવલિંગ નીકળવાની ઘટનાને તૂત સાબિત કરતુ વિજ્ઞાન જાથા
Advertisement

શિવલિંગના ચમત્કારમાં ત્રણ પુરુષ-બે મહિલાના નામ સામે આવ્યા: ભ્રમ ફેલાવા માટે લોકોની માફી માગી

અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા સરકારી જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગ નીકળવાની ઘટનામાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવા તથા તેના મળતીયાનું કારસ્તાન નયું તુત, બોગસ સાબિત કરી સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અમરેલી સીટી-તાલુકા પોલીસ સ્ટેશનથી મદદથી કર્યો હતો. જાથાને 1256 માં પર્દાફાશમાં સફળતા મળી હતી.

Advertisement

બનાવની વિગત પ્રમાણે થોડા દિવસ પહેલા ગિરધરનગર વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ જમીનમાંથી સ્વયંભૂ શિવલીંગની ઘટના ચમત્કારનું સ્વરૂપ ધારણ કરતાં લોકો દર્શન માટે ઘેલા બન્યા હતા. ભૂઈએ ધૂણીને પિતૃ, દુ:ખ-દર્દ, આધી-વ્યાધિ, ઉપાધિ દૂર થશે, દર્શન કરવાથી બેડો પાર, મોટું મંદિર બનાવવા સાથે પ્રચાર કરવા આદેશ આપ્યો હતો. આ મહિલાએ ધૂણતા મહાદેવનું નામ ગોપીશંકર રાખવા અને નંદી ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળભૈરવ દાદાની મૂર્તિઓ હરિદ્વારથી લાવવાનો પણ આદેશ આપ્યો હતો. મંદિરની બાજુનો રસ્તો સરકારી જમીનમાંથી શિવલીંગનું પ્રાગ્ટય કર્યું હતું. સમગ્ર ચમત્કાર સાગ્રીતોની મદદથી કરવામાં આવ્યો હતો. ફંડ-ફાળાની ગતિવિધિ આરંભ થઈ ગઈ હતી. ભઈ માલતીબેને ઉભો કરેલા ચમત્કારથી પડોશીઓ નારાજ હતા તેની વચ્ચે સોશ્યલ મિડીયાએ સ્થાન લીધું. અફવાથી શિવલીંગનો ચમત્કારે શંકાનું સ્થાન ઉભું થયું. સમગ્ર મામલો જાથાના કાર્યાલયે પહોંચ્યો. જમીનમાંથી નીકળવાની ઘટનાનો વિડીયો મોકલવામાં આવ્યો.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ એડવોક્રેટ ભાવનાબેન વાઘેલા, સિનીયર કલાર્ક ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, બિલડીના બટુકભાઈ બારોટ, સ્થાનિક રાજુભાઈ યાદવ, ગૌરાંગ સોઢા, તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જયાં એલ.આઈ.બી.ના એ.એસ.આઈ. રમેશભાઈ વાળા, પી.એસ.ઓ. મુન્નાભાઈ વાઘેલા મળ્યા. પો.ઈન્સ. એમ. જે. બારોટને પર્દાફાશ સંબંધી વાત કરી. તેમણે પો.કોન્સ્ટે. લવજીભાઈ વાલજીભાઈ જાંબુચા, પો.કોન્સ્ટે. કેવલભાઈ જાની, મહિલા કોન્સ્ટે. દયાબેન રેણુકા, મહિલા કોન્સ્ટે. કવિતાબેન ગુજરીયા, ડી-સ્ટાફના મેહુલભાઈ મુંધવા, મેહુલભાઈ મકવાણા, દેવાયતભાઈ ભેડી, સહદેવસિંહ જાડેજા ફાળવતા ગિરધરનગર ભૂઈના ઘરે પહોંચી ગયા.

પોલીસ સ્ટેશનમાં ભૂઈ માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાનાથી ખોટું થયું છે. સમગ્ર હકિકત બહાર આવી જતા કબુલાતનામું- માફી માંગવા તૈયાર થઈ ગયા અને શિવલીંગનો ચમત્કાર તૂત હતું. ષડયંત્રના ભાગરૂપે જમીનમાંથી શીવલીંગ બહાર કાઢવામાં આવ્યું હતું તેવી કબુલાત આપી દીધી. ભૂઈની જુગારના કિસ્સામાં પો. સ્ટેશનના દફતરે નોંધ બહાર આવી. બે વાર રડી પડયા. ભૂઈને હિંમત આપવી પડી. જાથાના જયંત પંડયાએ કબુલાતનામામાં વાંચી, લેખિતમાં સહી કરાવી તેમણે ધૂણવાનું કાયમી બંધ અને ભ્રમ ફેલાવા બદલ માફી માંગી લીધી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement