ધારાસભ્ય વેકરિયા સામે બંગડી મનોરથ કાર્યક્રમ પહેલાં રાણપરિયાની અટકાયત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાના ગામમાં સામાજિક કાર્યકર અરવિંદ રાણપરીયા દ્વારા બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ કાર્યક્રમ માટે તંત્રએ મંજૂરી ન આપી હોવાથી લાઠીના શેખ પીપરીયા ગામના અરવિંદ રાણપરીયાના નિવાસસ્થાને પોલીસ પહોંચી હતી અને કાર્યક્ર્મ પહેલા અરવિંદ રાણપરીયાને કાર્યક્રમ સ્થળે ના જવા દેવા પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા લાઠી પોલીસ મથકમાં નિવેદન લખાવવા મથામણ કરવામાં આવી રહી છે.
અરવિંદ રાણપરીયાએ જણાવ્યુ કે, હું મારા નિવાસ્થાનેથી બહાર નિકળકતા જ મને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રોકવામાં આવે છે અને પોલીસ મને ખોટી રીતે હેરાન કરે છે. જે ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે તેમને પણ ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવિંદ રાણપરીયાએ કહ્યુ કે, ધારાસભ્ય કૌશિક વેકરીયાના ઇશારે પોલીસ નાચી રહી છે.