For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયો

01:33 PM Jun 03, 2025 IST | Bhumika
બાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયો

અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સગીરાએ તેની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના આક્ષેપ મુજબ, છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસકર્મી તેના પર શારીરિક અડપલાં કરી સંબંધ બાંધતો હતો. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. ફરિયાદ નોંધાયા બાદ મહિલા પી.એસ.આઈ. જે.આર.સરવૈયાની ટીમે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

દરમિયાન, અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક અન્ય કેસ પણ નોંધાયો છે. હેડક્વાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહેશ સોલંકી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement