For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામા

11:52 AM Jan 08, 2025 IST | Bhumika
અમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ પોલિટિક્સનો ડ્રામા

સિટની ટીમ રાત્રે મેડિકલ ચેકઅપ માટે પીડિત યુવતીને લેવા આવતા કોંગ્રેસ નેતા ધાનાણીએ અધવચ્ચે કાફલો અટકાવ્યો

Advertisement

મેડિકલ ટીમ રાત્રે ચેકઅપ માટે ઘરે પહોંચી તો યુવતીએ ના પાડી દીધી, મોડી રાત્રે તાલુકા મેજિસ્ટ્રેટની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમનું વર્ણન

અમરેલીમાં ભાજપની આંતરિક ભવાઈમાં નિર્દોષ પાટીદાર યુવતિની મધરાત્રે ધરપકડ કરી સરઘસકાઢવાના કાંડમાં હવે દિવસના બદલે રાતના અંધારામાં હાઈવોલ્ટેજ ડ્રામા ભજવાઈ રહ્યો છે, નિર્દોષ યુવતિને પોલીસે પટ્ટા વડે માર માર્યાના આક્ષેપ બાદ જિલ્લાપ ોલીસવડાએ સીટની રચના કરતા ગઈકાલે મંગળવારે મોડીસાંજે પોલીસ કાફલો વિઠલપુર ગામે પાયલ ગોટીને મેડિકલ તપાસ માટે લઈ જવા પહોંચતા મોટી બબાલ સર્જાઈ હતી.

Advertisement

રાત્રે અંધારામાં યુવતિને અમરેલી લઈ જવા સામે કોંગ્રેસનેતા પરેશ ધાનાણીએ વાંધો લઈ પોલીસના વાહનો રોકાવ્યા હતા અને યુવતિએ પણ પરત ઘરે લઈ જવા અને આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ માટે આવશે તેવું જણાવતા યુવતિને પોણો કલાક બાદ પોલીસે પરત ઘરે પહોંચાડી હતી.

સીટની ટીમે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહીં હતી. ત્યારે પરેશ ધાનાણીએ પહેલા SIT ની ટીમને રોકી મેડિકલની ના પાડી હતી. જ્યારે જઈંઝની ટીમ મહિલા ડોક્ટરોની ટીમને લઈને ઘરે પહોંચી ત્યારે પણ પાયલે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી દીધી હતી.

આ મામલે અત્યારે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, નજ્યારે પોલીસ પર પાયલે માર માર્યાના આક્ષેપો કર્યા છે. જેથી આ મામલે જેટલું જલદી બને તેટલું જલદી મેડિકલ ચેકઅપ થવું જરૂૂર હતું. આ મામલે અમરેલી જિલ્લા અધિક્ષક દ્વારા જઈંઝની રચના કરી છે. SIT ની ટીમ જ્યારે પાયલબેનને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ હતી. તેના માટે પાયલબેનના પરિવારની સહમતી પણ લેવામાં આવી હતી. પરંતુ રસ્તામાં તેમના ગામથી બહાર નીકળતા અચાનક પાયલ બેને અત્યારે મેડિકલ કરાવવું નથી અને મને ઘરે પાછા મુકી જાઓ. આ દરમિયાન પરેશભાઈ ધાનાણી આવ્યા અને તેમણે કહ્યું કે, અત્યારે મેડિકલ કરાવવાનું નથી થતું,અને દીકરીને ઘરે મૂકી આવો. તો અમે પાયલ બેનને ઘરે પાછા મુકી આવ્યાં હતા.વધુમાં પોલીસે કહ્યું કે, નપાયલબેન મેડિકલ માટે બહાર જવાની ના પડાતતા હતા તો અમે મહિલા મેડિલકની ટીમને પાયલબેનના ઘરે બોલાવી હતી. આ દરમિયાન અમે પાયલબેનને સમજાવ્યા કે, તમે પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસે મને ટોર્ચર કરી છે. તો અમારે તપાસ કરવી ખુબ જ જરૂૂરી છે જે બને તેટલું વહેલું થવું જરૂૂરી છે. મેડિકલ ચેકઅપ માટે તેમના ઘરે ગયા તો પણ પાયલબેને અત્યારે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડેલી છે.આ દરમિયાન હવે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોચ્યા અને પાયલ ગોડીએ આખો ઘટના ક્રમ અને વ્યથા વર્ણવી હતી.

પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં પાયલ ગોટીએ આખી વ્યથા ફરીથી તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સામે વર્ણવી હતી. અમરેલી મામલતદાર સમક્ષ પાયલ ગોટીએ પોલીસે કરેલા કાર્યની વ્યથાઓ જણાવી હતી. આખરે હકીકતમાં શું થયું હતું તે શબ્દશ: પાયલે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે વર્ણવ્યું હતું. નોંધનીય છે કે, મોડી રાત્રે તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પાયલ ગોટીના ઘરે પહોંય્યાં અને પાયલની વાત સાંભળી હતી. આ દરમિયાન પૂર્વ કોંગ્રેસ નેતા પરેશા ધાનાણી સહિત અનેક લોકો પણ ત્યાં હાજર હતાં.પાયલ ગોટીએ તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સામે કહ્યું કે, સાયબર ના પી.આઇ.પરમારના કહેવાથી અર્પિતા નામની પોલીસ કર્મીએ માર માર્યો હતો. પાયલ ગોટીએ વધુમાં કહ્યું કે, મને જાહેરમાં ચલાવીને તપાસ કરી હતીં. પોલીસે કરેલી કામની વ્યથાઓ પણ તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટે દીકરીની સાથે જ છે! આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ. કારણે કે, પાટીદારની દીકરીએ ગુજરાતની દીકરી છે અને ગુજરાત ફર્સ્ટ પણ આ મામલે ન્યાય થયા અને સાચી હકીકત સામે આવે તેવું ઇચ્છે છે.

મનીષ વઘાસિયાએ પાયલ મારફત કુરિયર કરાવેલ

અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌવથી મોટો ઘટસ્ફોટ થયો છે. અમરેલી લેટરકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં મનીષ વઘાસીયાએ પાયલ ગોટી મારફતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ અને દિલ્હી કુરિયર કરાવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
કૌશીક વેકરીયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત દિલ્લી ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિતના આગેવાનોને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઇન અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું હતું. કોબા કમલમ અને દિલ્હી સુધી બે દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement