અમરેલીમાં પેટ્રોલ પંપનો માલીક નિવૃત્ત એસ.ટી. કર્મચારીના 50 લાખ ઓળવી ગયો
બે-ત્રણ મહિનામાં આપી દઇશ તેવા બહાના કાઢતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ
અમરેલીમા ચક્કરગઢ રોડ પર અમૃતધારા સોસાયટી શેરી નં-4મા રહેતા અરવિંદભાઇ ડાયાભાઇ ગોહિલે આ બારામા કુંકાવાવ રોડ પર જય ભગીરથ પેટ્રોલપંપ ચલાવતા અને ચક્કરગઢ રોડ પર સરદારનગર શેરી નં-5મા રહેતા તેમની જ જ્ઞાતિના રમેશ વશરામ ગોહિલ સામે સીટી પોલીસમા ફોજદારી ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, બન્ને વચ્ચે પારિવારીક સંબંધો હોય અને રમેશના પિતા વશરામભાઇના નામે પેટ્રોલ પંપ આવેલ હોય તેમાં નાણાની જરૂરીયાત થતા 50 લાખ માંગ્યા હતા.
પાછલા બે વર્ષ દરમિયાન આ શખ્સ અવારનવાર નાની રકમ ઉછીની લઇ જતો હતો અને પરત કરી દેતો હતો. અને ત્યારબાદ મારો પેટ્રોલપંપ બંધ થઇ ગયો છે. તેને ચાલુ કરાવવા ડિપોઝીટ માટે રકમની જરૂૂર છે જે બે ત્રણ મહિનામા આપી દઇશ તેમ કહી ગત વર્ષે આ શખ્સે 50 લાખ જેવી રકમ તેની પાસેથી મેળવી હતી. ત્યારબાદ વારંવાર ઉઘરાણી કરવા છતા એક રૂૂપિયો પણ નહી ચુકવી છેતરપીંડી આચરતા છેલ્લે તેમણે સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.