For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિ

11:36 AM Feb 07, 2025 IST | Bhumika
અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિ

Advertisement

અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા માફક લાઈનો લાગેલ હોઈ છે તેમ હવે એક વધુ આવક નું સાધન શરુ થતા દર્દીને ફરજીયાત દાખલ રાખતા તેમ હવે આઇસિયુ માં રાખશે અને બાદમાં રીફર કરશે કારણ કે અમરેલી ની જનતાને નમાલા નેતા ના કારણે માત્ર સહન કરવું જાણે છે ત્યારે આ મસ મોટા ચાર્જ ઠોકી બેસતા દર્દી ની હાલત ફફોડી બનશે તેવું લાગી રહ્યું છે હવે અમરેલી સિવિલ ના ICUમાં દાખલ થયા તો રોજના રૂૂા. 3600 ચાર્જ લાગશે ત્યારે લોકો માં ભય છવાયો છે કે ક્યાંક સિવિલ જશું ને આઈ સી યુ માં મોકલી નો દેય કારણ કે જ્યારથી અમરેલી સિવીલ હોસ્પિટલનુ સંચાલન સરકાર દ્વારા કરાતુ હતુ ત્યારે તમામ સુવિધા ફ્રી હતી. પરંતુ હવે મેડિકલ કોલેજના નિર્માણ સાથે ખાનગી ટ્રસ્ટને વહિવટ સોંપાયા બાદ દર્દી પર આઇસીયુનો આકરો ચાર્જ આવી પડયો છે આગળ જતા હજુ કેટલા ચર્ચા આવશે તે હજી નકી નથી .અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમા હવે આઇસીયુમા દાખલ થનાર કોઇપણ સામાન્ય દર્દીને પ્રતિ દિવસ રૂૂપિયા 3600નો આકરો ચાર્જ ચુકવવો પડશે.

વળી જો કોઇ દર્દીને આઇસીયુમા વેન્ટિલેટર પર રાખવામા આવશે તો પ્રતિ દિન રૂૂપિયા 4500નો ચાર્જ વસુલ કરાશે. અને આઇસીયુમા દાખલ થતી વખતે એડવાન્સ પેટે રૂૂપિયા 10 હજાર વસુલ કરવામા આવશે. શાંતાબા ગજેરા ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ પરીસરમા જ આ રીતે જાહેરમા બોર્ડ લગાવી દેવાયા છે. જો કે બીપીએલ કાર્ડ ધારક અને પીએમજેવાય યોજનામા દાખલ થનાર દર્દીને વિનામુલ્યે આ સુવિધા મળશે.

Advertisement

અહી સિવીલ પરીસરમા ટ્રસ્ટ દ્વારા સ્પેશ્યલ રૂૂમ પણ બનાવવામા આવ્યા છે. જનરલ વોર્ડમા દાખલ થનાર દર્દી પાસે કોઇ ચાર્જ નહી લેવાય પરંતુ સેમી સ્પેશ્યલ રૂૂમના રૂૂપિયા 1000, સ્પેશ્યલ રૂૂમના 1500 અને ડીલક્ષ રૂૂમના રૂૂપિયા 2500 પ્રતિ દિવસ વસુલવામા આવશે. આ ખાસ રૂૂમ માટે પણ રૂૂપિયા 5 હજારની ડિપોઝીટ વસુલવામા આવશે. હોસ્પિટલના સતાધીશો દ્વારા પીએમજેવાય યોજના હેઠળ કાર્ડ દીઠ એજન્સી દ્વારા ચુકવાતી રકમ મેળવવાનો આ પ્રયાસ છે. પરંતુ તેના કારણે જેની પાસે કાર્ડ નહી હોય અને બીપીએલમા પણ સમાવેશ થતા ન હોય તેવા દર્દીને આકરો ચાર્જ ચુકવવો પડશે.ત્યારે જોવાનું રહ્યું કે અમરેલી જીલ્લાના નેતા જનતા માટે કોઈ અવાજ ઉઠાવે છે કે પછી સહન કરવાનો વારો આવશે

Advertisement
Tags :
Advertisement
Advertisement