અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
કુંકાવાવ-વડિયા માર્ગ પર ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી
અમરેલી જિલ્લામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઇ બોલાવવા જિલ્લા કલેકટર અજય દહીયાની સુચના હેઠળ ભૂસ્તર શાસ્ત્રી જે.આર. સાવનેરની ટીમ દ્વારા વહેલી સવારે કુંકાવાવ વડીયા માર્ગ ઉપર રેતી ભરેલા 3 ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 3 કાર્બોસેલના ડમ્પર રોયલ્ટી વગરના ઝડપી સિઝ કરવામાં આવ્યા છે.
કુલ 6 ડમ્પર ખનીજના ઝડપી સૌથી મોટી કાર્યવાહી કરતા ગેરકાયદેસર ખનિજચોરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અંદાજીત 1 કરોડ જેટલો મુદામાલ અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી તમામ વાહનનોને દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામા આવશે.ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગ સક્રિય થયુ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનીન ચોરી કરતા વાહનો અને બહારથી આવતા ગેરકાયદેસર રેતી કોલસા જેવા મટીરીયલમાં રોયલ્ટી પાસ છે કે કેમ? ઓવરલોડ અંડર લોડનું ચેકિંગ શરૂૂ કરવામાં આવતા વાહનો ઝડપાઇ રહ્યા છે.