ધારીના જળજીવડી ગામમાં ઘૂસી મહિલા અને યુવાન ઉપર હુમલો કરતો દીપડો
યુવકને બચાવવા મહિલા વચ્ચે પડતા તેની ઉપર પણ હુમલો કરી દીધો
અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો છે. દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો હતો. દિપડાએ યુવક પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જળજીવડી ગામે દીપડાએ હુમલો કરતા મહિલા-યુવક ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લોએ ગીર અને વનમાં વરસા સિહ, દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓનું રહેઠાણ કહેવામાં આવે છે. તેવામાં અવાર-નવાર સિહની લટાર અને દીપડો ગામમાં ઘૂસ્યાના અનેક વીડિયો સામે આવે છે. આ સાથે વન્ય પ્રાણીઓ હવે ગામ તરફ વળ્યા હોય અને લોકો પર હુમલો કર્યા હોવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે.
ધારીમાં આવેલા જળજીવડી ગામે દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે શિકાર ન મળતા જળજીવડી ગામે દીપડો ઘૂસ્યો હતો અને એક યુવક પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાને જોતા યુવકને બચાવવા માટે મહિલાએ દોટ મુકી હતી તેવામાં દીપડાએ મહિલા પર પણ હુમલો કર્યો હતો. જોકે આસપાસમાં રહેતા સ્થાનિકોને જાણ થતા દીપડાને ભગાડવા અથાગ મહેનત બાદ દીપડાએ યુવક-મહિલાને વેડવાનું બંધ કરીને નાસી છૂંટ્યો હતો.
યુવક-મહિલાને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચતા અમરેલી સિવિલમાં સારવારમાં અર્થે ખસેડાયા હતા. આ ઘટના આજની નહીં, પણ એક માસમાં બીજીવાર દીપડીએ હુમલો કર્યાની ઘટના છે. સમગ્ર ઘટનાની જાણ થતા હુમલાખોર દીપડાને પકડી પાડવા વનવિભાગ જળજીવડી પહોચીને દીપડાને પાંજરામાં પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.