24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણી
અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ કરશે.
24 કલાકમાં પોલિસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, નેતાના ઈસારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય છે.
લેટરકાંડમા પાયલ ગોટી મામલે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે. પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યુવતીને ન્યાય અપાવવા માંગ કરી છે. ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશીક વેકરીયાને ચીમકી આપી. આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડીસમીસ કરવાની માંગ કરી.
ધાનાણીએ કહ્યું કે, 24 કલાકમાં દિકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. 24 કલાકમાં પગલા નહી લેવાય તો ગુરુવારે સવારે 10 વાગે થી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ કરીશ.
તેમણે રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું. પત્રમા લખાયેલા મુદ્દા બાબતે કૌશિક વેકરીયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ધાનાણીએ પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે, જો કૌશિક વેકરીયા દુધે ધોયેલાં હોય તો આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેકું છું.