અમરેલી સરઘસકાંડમાં માનવ અધિકાર પંચની એન્ટ્રી
પોલીસવડા પાસે સમગ્ર ઘટનાનો માગ્યો અહેવાલ, નિર્લિપ્ત રાયના રિપોર્ટ અંગે સરકાર મૌન
અમરેલીમાં ભાજપના બેજૂથોની આંતરીક લડાઇમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી ગરીબ પરિવારની યુવતી પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ કરી રિક્ધસ્ટ્રકશનના નામે તેનુ સરઘસ કાઢવા અને પોલીસ સ્ટેશનમાં યુવતીને પટ્ટા વડે માર મારવાની ઘટના દિવસે-દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. આ ઘટનામાં રાજય સરકારે સિનિયર આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને તપાસ સોંપી ત્રણ નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યા હાવે આ કાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઇ છે. અને આયોગે અમરેલીમાં બનેલી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
બીજી તરફ સ્ટેટમોનિટરિંગ સેલના વડા નિર્લિપ્તરાયે ઘટનાની તપાસનો રિપોર્ટ ડિજીપીને સોંપી દીધો છે. પરંતુ હજુ સુધી આ રિપોર્ટ જાહેર થયો નથી કે, જવાબદારો સામે પગલા પણ ભરાયા નથી તે અંગે ભારે ચર્ચા જાગી છે.
અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે હપ્તાખોરીના આરોપો લાગ્યા હતા.અને ઘટનાના માત્ર 24 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ સાથે આ સમગ્ર મામલે એક પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી પોલીસ ઉઠાવી જાહેરમાં તેનું સરઘસ કાઢવાનો મુદ્દે હવે પોલીસ અને ભાજપ ઉપર ભારે પડી રહ્યો છે.
અને તેનું જ પરિણામ સ્વરૂૂપ અત્યારે આ રાજકીય લડાઈ બની ગઈ છે. આ સાથે જ આ ઘટનામાં જેના નામે પત્રકાંડ થયો તે કૌશિક વેકરીયા ઘણા સમયથી ભાગી રહ્યા છે. અચાનક ભાગી ગયેલા કૌશિક વેકરીયા રાજ્યપાલના કાર્યક્રમમાં પહોંચી જાય છે. આ કાર્યક્રમમાં પહોંચ્યા પણ પત્રકાંડ મામલે મગનું નામ મારી પાડવા તૈયાર નથી. હવે આ મામલે વધુ એક મોટો વળાંક સામે આવ્યો છે.
પાયલ ગોટી કેસમાં માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આજે એ ફરિયાદ મામલે માનવાધિકાર આયોગે હવે DGP વિકાસ સહાયને નોટિસ ફટકારી છે. મળતી માહિતી પ્રમાણે, માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં કહેવાયું હતું કે પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું અને તેને મોડી રાત્રે તેના ઘરેથી ધરપકડ કરી લઇ જવી અને સાથે જ તેને માર મારવાના કારણે દીકરીના માનવાધિકારોનું હનન થયું છે. જેના કારણે હવે DGP વિકાસ સહાયને નોટિસ પાઠવવામાં આવી છે. અને હવે આ મામલે DGP શું એક્શન લે છે તે જોવાનું રહ્યું.
----