લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી નાખી છે. ધુળેટીના દિવસે જ પતિએ ખુનીખેલ ખેલ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના પાછળનું કારણ પત્નીનો અન્ય પુરુષ સાથેનો સંબંધ હોવાની શંકાએ ખુની ખેલ ખેલાયો હતો. થોડા સમય પહેલા પત્ની રેહાનાનો હાથ પકડીને એક યુવક દુકાન પાસે ઊભો હતો, જે પરિણીતાના સસરાએ જોયું હતું. આ વાતની જાણ પતિ ગુલાબભાઈને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જે બાદ ગુલાબભાઈએ પહેલા છૂટાછેડા લેવાની વાત કરી હતી. જોકે, પરિવારજનોની સમજાવટથી બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે ઘરમાં બંને એકલા હતા ત્યારે ગુલાબભાઈએ રેહાનાબેનના ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
ઘટનાની જાણ થતાં લાઠી પોલીસ અને ઋજક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ઙઈં એસ.એમ.સોનીના નેતૃત્વમાં પોલીસ ટીમ હથિયાર જપ્ત કરવા અને ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.