For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ

04:48 PM Jul 28, 2025 IST | Bhumika
પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ

અમરેલીના લાઠી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોક્સો એક્ટના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજાના હુકમ સામે થયેલી અપીલ હાઇકોર્ટ દાખલ કરી સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીની જામીનઅરજી મંજુર કરી છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી જવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરતા સગીરાને લાઠીના જરખીયા ગામે રહેતા આરોપી રાવત નાજાભાઈ અલગોતર (ભરવાડ)એ પ્રેમ સંબંધના નામે બાઈકમાં બેસાડી સગીરાને ગારીયાધાર મુકામે અને ત્યાંથી બસમાં કરજણ ખાતે તેના મિત્રની વાડીએ લઈ જઈ સગીરાને ગોંધી રાખી પરિવારજનોને મારી નાખવાની ધાક ધમકી આપી તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યાની હકીકત તપાસમાં ખુલી હતી, આથી આરોપી રાવત અલગોતરની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ અમરેલી પોકસો અદાલતમાં કેસ ચાલતા એડિશનલ સેશન્સ જજ ડી.એસ. વાસ્તવે આરોપીને તકસીરવાર ઠરાવી 20 વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. જેની સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ભોગ બનનારને આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને પરિવારજનો તેની વિરુદ્ધમાં હોય તેથી ફરિયાદ થઈ હોવાનું જણાવી અપીલ દાખલ કરી હતી. જે અપીલના કામે આરોપીએ જામીન અરજી કરતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપી સામે પોકસોના ગુનામાં થયેલી 20 વર્ષની કેદની સજા મોકૂફ રાખી આરોપીને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.

Advertisement

આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement