For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલીના ગાવડકાની સીમમાંથી જુગાર કલબ પકડાઇ, 9 ખેલૈયા 11.77 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

01:24 PM Jul 04, 2025 IST | Bhumika
અમરેલીના ગાવડકાની સીમમાંથી જુગાર કલબ પકડાઇ  9 ખેલૈયા 11 77 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

5.32 લાખની રોકડ, ત્રણ બાઇક, એક કાર, નવ મોબાઇલ જપ્ત કરાયા

Advertisement

અમરેલી તાલુકાના ગાવડકા ગામની સીમમાંથી પોલીસે વાડીમાં જુગારધામ ઝડપી પાડ્યું હતું. જ્યાં 11.77 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીની ધરપકડ કરવામાં આવી હતી.અમરેલી જિલ્લામાં જુગારની મોસમ ખુલી હોય તેમ પોલીસનો કંઇ જ ડર રાખ્યા વગર બેરોકટોક જુગાર રમાઇ રહ્યો છે. અમરેલીના ગાવકડા ગામ પાસે જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ કરી 9 જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા.

અમરેલી તાલુકાના ગાવડકા ગામથી થોરડી જવાના રસ્તે જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી. થોરડી જવાના કાચા રસ્તે આવેલી કેશુભાઇ ઉકાભાઇ ટાંક બહારગામથી પોતાની વાડીએ જુગાર રમવા માટે માણસઓને બોલાવી જુગાર રમાડે છે.જેથી અમરેલી તાલુકાના એએસઆઇ મનિષકુમાર જોષી અને તેમની ટીમે બાતમીવાળી જગ્યા પર રેઇડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે જગાર સ્થળેથી રોકડા રૂૂ. 5.32 લાખની રોકડ રકમ, 3 મોટરસાયકલ, 1 કાર, 9 મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 11,77,810નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે એક સાથે 9 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગાવકડા અને અમરેલી શહેરમાં રહેતા જીતેન્દ્રભાઇ કાળુભાઇ સોલંકી, હિંમતભાઇ દેવચંદભાઇ બુટાણી, લાલજીભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા, વિજયભાઇ ચતુરભાઇ ગાંગડીયા, અસલમભાઇ મયુદીનભાઇ મલેક, હિતેષભાઇ લઘરાભાઇ કંબોયા, અનિલભાઇ મધુભાઇ સરવૈયા અને ઓઘડભાઇ નનુભાઇ મકવાણનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement